દિવાળીએ હિન્દુઓ માટેનો ખૂબ મહત્વનો તહેવાર છે. દિવાળી આવે એટલે ગૃહિણીઓ ઘરની સાફ સફાઇમાં લાગી જાય. દિવાળીના દિવસો પહેલાથી ધૂ-જાવા કરવાનું કઠિન કાર્ય ગૃહિણીઓ શરુ કરે છે. અત્યારે દિવાળી આવવામાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઘરે-ઘરે દિવાળીનું કામ જાોરશોરથી ચાલી રહ્યુ હશે. પરંતુ આ સાફસફાઇમાં અમે બતાવેતી ટિપ્સ અપનાવવાથી કામ સરળ થઇ શકે છે.
લોખંડની વસ્તુઓ કે ફર્નિચરને ચમકાવવા માટે ચાના કુવામાં લીંબુનો રસ ભેળવી અને આ મિશ્રણથી લોખંડની વસ્તુઓ કે ફર્નિચર સાફ કરવાથી કાટ દૂર થાય છે. અને ચમકવા લાગે છે.
કાચની વસ્તુઓ અને અન્ય કાચની ચીજો પર પાણીના ડાઘ હટાવવા માટે કપડામાં સફેદ વિનેગર અને થોડુ ઓઇલ મિક્સ કરીને સફાઇ કરવાથી કાચની વસ્તુઓ ચમકવા લાગશે.
લાકડાના ફર્નિચર પર ઓઇલ બેઝ્ડ પોલિશ ન કરાવવું જોઇએ કારણ કે તેનનાથી ધૂળ-માટી તેના પર વધારે ચોંટે છે. તેમજ ફર્નિચર સફાઇ માટે સોફ્ટ બ્રશનો ઉપયોગ કરવો. ફર્નિચરને સાફ કરવા પા કપ પાણીમાં એક ટી સ્પુન વિનેગર મિક્સ કરી તેમાં કપડું ભીનુ કરી ફર્નિચર સાફ કરવાથી તેની ચમક જળવાય રહે છે.