મેકઅપમાં તમારી આંખો ખૂબ જ મહત્વનો ભાગ છે. ચહેરાની સુંદરતામાં આઇ મેકઅપ ચાર ચાંદ લગાવે છે. માટે તેની સંભાણ લેવી તેટલી જ જરુરી છે. કારણ કે આંખનો મેકઅપ આકર્ષણનું કેન્દ્ર બને છે તો કાજલ તમારી આંખોને વધુ સુંદર બનાવે છે. પરંતુ અમુક ટિપ્સ ફોલો કરવાથી તમારો આઇ મેકઅપ વધુ નિખરી ઉઠશે…..
– આઇ મેકઅપ હંમેશા હળવો રાખવાથી તે વધુ સુંદર દેખાય છે. અને તે લાંબા સમય સુધી ટકી રહે છે.
– જો તમે હેવી આઇ મેકઅપની પસંદગી કરતા હોય, સ્મોકી અથવા ગ્લીટરી આ મેકઅપ કરતા હોય તો બોલ્ડ એટલે કે ડાર્ક કલર્સની લિપ્સટીક પસંદ કરશો નહીં, તેને બદલે તમે લાઇટ શેડ જેમ કે બ્રાઉન, પિંક લગાવી શકો છો.
– જો તમે સિલ્વર અથવા પેસ્ટલ શેડોનો ઉપયોગ કરતા હોય તો મસ્કરાનો ઉપયોગ જરુરથી કરો જે તમારી આંખોને કમ્પ્લીટ લુક આપશે અને પરર્ફેક્શન વધારશે.
– આઇ મેકઅપ માટે આઇબ્રો પણ મહત્વનો ભાગ ભજવે છે. માટે જ્યારે પણ તમે આઇ મેકઅપ કરો ત્યારે આઇબ્રો પેન્સિલ વડે તેને રિશેઇપ કરી શકો છો. તેનાથી તમારા આઇ મેકઅપ તરફ સૌનું ધ્યાન ખેંચાશે તેમજ તે તમારી આંખોને વધુ કમ્પ્લીટ અને પર્ફેક્ટ બનાવશે.