કોરોના મહામારીમાં લોકોને ઘણીબધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, હોસ્પિટલમાં સારવારથી લઈ ઓક્સિજન સિલિન્ડર સુધીની વ્યવસ્થામાં તકલીફ ઊભી થઈ રહી છે. આવી બધી બાબતોને ધ્યાનમાં રાખીને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક સેવાકીય કરી શરૂ કરવામાં આવ્યું છે.
સ્કૂલના ત્રણ છાત્રોએ ભેગા મળીને કોવીડ સહાયતા કેન્દ્ર નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રૂપમાં 16 થી 18 વર્ષના છાત્રોને સામીલ કરવામાં આવ્યા છે. આ ગ્રુપનો મુખ્ય ઉદેશ્ય છે કે, જે લોકો કોરોના મહામારીમાં સારવાર માટે પીડાય છે તેની સહાયતા કરવાનો.
આ ત્રણ દોસ્તોમાં બે દોસ્ત ઋષ્ય ગુપ્તા અને અવની સિંહ મેરઠના છે અને, અનુજ ગર્ગ સહારનપુરનો રહેવાસી છે. આ ત્રણ છાત્રો 11મુ ધોરણ પાસ કરી 12માં ધોરણમાં પોહચ્યાં છે. મેરઠની વતની અવની સિંઘ કહે છે કે, ‘તેણે વોટ્સએપમાં બે ગ્રુપ બનાવ્યા છે, એક ગ્રુપમાં ગ્રુપના સભ્યો અને બીજા ગ્રુપમાં સ્વયંસેવકો છે. કુલ વોટ્સએપ ગ્રુપમાં 250થી વધુ વિદ્યાર્થીઓ સામીલ થઈ ગયા છે. જે અલગ અલગ શહેરોના રહેવાસી છે. જો કોઈને મદદની જરૂર હોય, તો તેઓએ આ ગ્રુપમાં એક સંદેશ મુકવાનો, અને જે પણ વિદ્યાર્થી તે શહેરનો છે, તેઓ ત્યાંની માહિતી એકત્રિત કરશે અને મદદ માંગતી વ્યક્તિને મદદ કરશે.’
આ લોકો જયપુર, ગુડગાંવ, દિલ્હી, નોઈડા જેવા શહેરોમાં મદદ કરી ચુક્યા છે. આ ત્રણ છાત્રો પહેલા એક સ્ટુડન્ટ ઓર્ગેનાઈજેશન સાથે જોડાયેલા હતા. ત્યાંથી લોકોની સમસ્યા જોતા તેના મનમાં આ ગ્રુપ બનાવાનો વિચાર આવ્યો. આ લોકો હાલમાં પણ તેના ગ્રુપનો વિસ્તાર વધારી રહ્યા છે, જેમ બને તેમ વધુ લોકોની મદદ કરવા તત્પર છે.