આજે બધાને સદૈવ યુવાન દેખાવવું છે. વધતી ઊંમર કારણે ચહેરા પર કરચલીઓ સાથે ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે.આજની લાઈફ સ્ટાઈલને કારણે પણ નાનકડી ઊંમરે વૃદ્ધત્વ આવી જતું હોય છે. વાળ-ખરવા, ખીલ, ચહેરા પરનાં દાગ વિગેરેથી પરેશાન થઈ જવાય છે.શરીર સુખ એ સૌથી અગત્યની બાબત છે.ખોરાકની પસંદગી શ્રેષ્ઠ હોય તો તમને કયારે તબિયતની ચિંતા રહેતી નથી,તણાવને કારણે પણ કયારેક આસમસ્યા વકરે છે.ખોરાક માંથી મળતા વિટામીન-પ્રોટીન સૌથી અગત્યનાં છે.
અમુક વસ્તુ ખોરાકમાં લેવાથી આપ હમેંશા તરોતાનીને યુવાન જ દેખાશો, જેમકે બેરીમાં સૌથી શ્રેષ્ઠ એન્ટીએજિંગ છે.તમે જયુસ પીવો કે ખાવ પણ છે, ઉપયોગી બઝારનાં ક્રિમ ખરીદોએ એનો ઉપાય નથી, ઘરનાં કેટલાક પ્રાકુતિક નુસ્ખા જ તમને સદાબહાર રાખશે, જુવાન રાખશે!!
બ્લુ બેરી, રાસબરી, સ્ટ્રોબેરી પછી ગ્રીન ટી, હર્બલ ચા પીવો તેમાં એન્ટી ઓકસીડેન્ટ હોવાથી તમારી ચામડીને થતું નુકશાન આકાવે છે. લીલા- શાકભાજીમાં કોલી-બીન્સ, પાલક, લીલા પાનવાળા શાકભાજી જે તમારી સ્કીનને તમામ પોષક તત્વો પુરા પાડે છે, તેની કમીને દુર કરે છે. એન્ટી-ઈન્ફલેમેટરી ગુણ માછલીમાં સૌથી વધુ હોવાથી ફાયદા કારક છે.આવી જ રીતે લસણ પણ વધતી ઊંમરની પક્રિયાને અટકાવે છે.
અત્યારે શિયાળામાં શરીરને તમામ પ્રકારનાં રસો-પ્રોટીન-વિટામીન વિગેરે મળે તે માટેનો શ્રેષ્ઠ સમય છે.ઘી-ગોળ-લોટનાં સંગમ વાળી તમામ વસ્તુઓ અત્યારે બધા બહુ ખાય છે.જેમકે-અડદિયા-ચીકી-ખજુરપાક વિગેરે.
આંબળામાં વિટામીન-એ-બી-સી-પૃષ્કળ પ્રમાણમાં હોવાથી આ ફળ સ્ત્રીઓ માટે અમૃત સમાન છે.નિયમિત આનું સેવન કરવાથી તમારી પાચન શકિત મજબુત થાય, આંખોની રોશનીમાં વધારો થાય છે.પેટમાં ગેર-અપચો જેવી તકલીફમાં આંબળા વરદાન રૂપ છે.
સફરજનને દરરોજ ખાવાથી મોટાભાગની સમસ્યા દુર થાય છે.જો કે ફુટ તમામ શરીરને લાભકર્તા જ છે.છતાં આપણે ખાતા નથી.ડોકટર કહે ત્યારે માંદગી સમયે થોડા ખાય છીએ પણ ડાયેટમાં સફરજનનો ઉપયોગ શ્રેષ્ઠ છે. આને કારણે લોહીની ઉણપ દુર થાય અને તમારા બ્લડશુગરને કંટ્રોલ કરે છે. ટુંકમાં સફરજન ઘણી બિમારીનો અકસીર ઉપાય છે. આવી જ રીતે દાડમ પણ આર્યન આપે છે. ડાયેટ ચાર્ટમાં આના ઉમેરણથી લોહિનું પરિભ્રમણ પ્રમાણસર રહે છે.85 ટકા જેટલું લોહતત્વ શરીરને મળે છે.
વર્તમાન સમયમાં જયારે બન્ને જોબ ઉપરજાય ત્યારે મહિલાઓ નોકરી સાથે ઘર પણ સંભાળતી હોવાથી તેમની લાઈફ નોર્મલ નથી હોતી, ભાગ દોડ-તાણમુકત જીવનને કારણે મોટા ભાગે મહિલાઓમાં સ્વાસ્થય સબંધિત પ્રશ્ર્નો વધારે હોય છે. સામાન્યત : ઘુંટણનો-કમરનો દુ:ખાવો, સફેદવાળ, પગમાં દર્દ વિગેરે સમસ્યાઓ મહિલાઓમાં રહે છે. પણનો ખોરાકમાં થોડી સાવચેતી ફુટનો ઉપયોગ કરાય તો હેલ્ધીની સાથે વૃદ્ધત્વને રોકી શકાય છે. જે ખોરાક માંથી ભરપુર વિટામીન, પોષક તત્વો મળેે તેનો વધુ ઉપયોગ સાથે થોડી પરેજી તમને સદા જુવાન રાખશે, મોટા ભાગે આપણી ઘણી બધી કુટેવો-બહારનો ખોરાક-જંકફુડ જ આપણાં રોગિષ્ટ શરીર માટે જવાબદાર હોય છે માટે આ ટેવ બદલોને સદા યુવા રહો!!