આપણે લગ્ન પ્રસંગે ઘણી હેર સ્ટાઈલ કરતા હોઈ છી પરંતુ આપણે હેરસ્ટાઈલ કરતી વખતે અમુક વસ્તુનુ ધ્યાન રાખવુ જોઈએ આવો જાણીએ કઈ-કઈ બાબતોનુ ધ્યાન રાખવુ જોઈએ.
- હેરસ્ટાઈલ કરતી વખતે હેર ઓઈલ કે પરસેવાવાળા ન હોવા જોઈએ
- હેર ફ્રેશ વોશ કરેલા હોવા જોઈએ.
- હેરમાં કન્ડિશનર કરેલું ન હોવું જોઈએ
- હેરસ્ટાઈલ કરતી વખતે જયાં જરૂર જણાય ત્યાં હેરસ્પ્રેનો ઊપયોગ કરવો
- હેર સ્પ્રે સારી કંપનીના અને સારી હોલ્ડિંગ કેપેસિટી વાળા હોવા જોઈએ.
- પિનો,ચિપિયા વગેરે સારી ક્વોલિટી અને સારી ડિઝાઈન વાળા વાપરવા.
- હેરસ્ટાઈલ કમ્પલિટ કર્યા બાદ હેર પર પિનો અથવા ચિપીયા દેખાવા ન જોઈએ જો દેખાય તો તેને બ્રોચ અથવા હેર ટેટૂ લગાવવાં
- હેરસ્ટાઈલ કરેલાં હેરમાં ઓઈલ લગાવ્યા બાદ હેર વોશ કરવા જોઈએ.