ગુજરાતીમાં કહેવત છે કે મેરુ રે પણ જેના મન નો ડગે… ત્યારે આજે એવી જ એક ઘટના સામે આવી છે. રાજ્યમાં બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે અનેક નાની-મોટી મુશ્કેલીના લીધે લોકો પેપર આપવા ન જત્તા હોય છે ત્યારે સુરતમાં પગમાં ફ્રેક્ચર સાથે વિદ્યાર્થિની પરીક્ષા આપવા પહોંચી અને બધા જ વિધાર્થીઓ માટે એક ઉતમ ઉદાહરણ બની હતી .
બોર્ડની પરીક્ષાને લઈને છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ સતત તૈયારીઓ કરતા હોય આજે ધોરણ 10ની ગુજરાત બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર હોય વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતમાં વિદ્યાર્થીઓનું તિલક કરીને સ્વાગત કર્યા બાદ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે પગમાં ફ્રેક્ચર સાથે એક વિદ્યાર્થિની પરીક્ષા આપવા પહોંચી હતી.
રાજકોટમાં પણ પગ ભાંગવા છતાં પહોંચ્યો પરિક્ષા આપવા
રાજકોટની કડવીબાઈ હાઈસ્કૂલ માં ધોરણ 10 ની પરીક્ષા આપતો વિદ્યાર્થી ધવલ માધોળીયાનો પરીક્ષા પૂર્વે જ અકસ્માતમાં પગ ભાંગતા અનેક મુશ્કેલીઓ વચ્ચે તૈયારી કરી હોવાનું જણાવે છે. વિદ્યાર્થીનું કહેવું છે કે, ધોરણ 9 માં મારે 69 % આવ્યા હતા અને આ વખતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો જો કે પરીક્ષાના થોડા સમય પહેલા જ ક્લાસીસમાંથી છૂટી પરત ઘરે જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં શ્વાન આડે ઉતરતા વાહન સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અને પગની બે આંગળીઓ ભાંગી ગઈ હતી અને પગમાં ઓપરેશન કરી 3 સળિયા ફિટ કરવામાં આવ્યા હતા.
ગણિત વિષય થોડું નબળું હોવાથી સ્પેશિયલ ક્લાસીસ કરતો હતો પરંતુ અકસ્માત થતા છેલ્લા 15-20 દિવસ હું ગણિતના ક્લાસમાં જઇ શક્યો ન હતો. આજે પરીક્ષાનો પ્રારંભ થયો છે અને મેં તૈયારી પણ સારી કરી છે મારા પિતા રોજ મને સ્કૂલ ખાતે પરીક્ષા આપવા માટે તેડવા મુકવા આવી રહ્યા છે.