તમામ સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપરાંત તમામ ટેક દિગ્ગજો પણ ફેક ન્યઝને રોકવા માટે ઘણાં સમયથી પ્રયાસો કરી રહ્યાં હતાં. આ વચ્ચે ખોટા સમાચારોને રોકવા માટે ગૂગસ ન્યુઝે ગાઇડલાઇન્સમાં ફેરફાર કર્યા છે, જેથી પોતાના મઊળ ઉદ્દેશને છુપાવતા કે અન્ય દેશના યુઝર્સને ખોટા પરિસર હેઠળ નિર્દેશિત કરનાર ઇન્ટરનેટ વેબસાઇટ પર લગામ લગાવી શકાય.
સૂત્રોએ જણાવ્યા અનુસાર કંપનીની માર્ગદર્શિકા અનુસાર ગૂગલ ન્યુઝમાં સામેલ વેબસાઇટ્સ ઉપયોગકર્તાઓને ભ્રમિત કરવા માટે પોતાની માલિકી અથવા પ્રાથમિક ઉદ્દેશ વિશે જાણકારીને ખોટી રીતે રજૂ કરવી ન જોઇએ અથવા તેને કોઇ પ્રવૃતિમાં સામેલ ન કરવી જોઇએ.
ગૂગલ પ્રકાશકોને સ્પામ રિપોર્ટ આપવાની પરવાનગી આપી રહ્યું છે. જો તેમને લાગે કે કોઇ અન્ય પ્રકાશકે ગૂગલ ન્યુઝની નવી માર્ગદર્શિકાનું ઉલ્લેધન કર્યું છે તો તે સ્પામ રિપોર્ટ નોંધાવી શકે છે. ગૂગલે જણાવ્યું કે જો કે અમે દરેક રિપોર્ટના જવાબમાં કદાચ મેન્યુઅલ એક્શન ન લઇએ પરંતુ સ્પામ રિપોર્ટને ઉપયોગકર્તાના પ્રભાવના આધારે પ્રાથમિકતા આપવામાં આવશે અને કેટલાંક કેસોમાં ગૂગલ ન્યૂઝ રિઝલ્ટ્સ માંથી સ્પામ સાઇટ્સને સંપૂર્ણ રીતે દૂર કરી દેવાશે.
આ ઉપરાંત વધારેમાં વધારે એન્ડ્રોઇડ ડિવાઇસોમાં વર્ચુઅલ પર્સનલ આસિસ્ટન્ટ ઉપલબ્ધ કરાવવા માટે ગૂગલે ગૂગલ આસિસ્ટન્ટને જૂના એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ કરાવવાની ઘોષણા કરી છે