મીડકેપના આઈટી સેકટરમાં તેમજ બેંકમાં પણ ૧૦ ટકા સુધીનું વળતર મળ્યું
શેરબજારમાં છેલ્લા પાંચ ટ્રેડીંગ સેશન ખૂબજ નબળા રહ્યાં છે. સતત કડાકાના પરિણામે રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે. ત્યારે બીજી તરફ કેટલાક શેર એવા છે કે જે સતત નબળાઈની સીઝનમાં પણ ઉપર વધી રહ્યાં છે. આંકડાનુસાર એમએમટી, સીન્ટેકસ, અદાણી, એજીસ, લોજીસ્ટીક, ટીએનડી, સદભાવ, એન્જીનીયરીંગ, એડવાન્સ, એનજીમ ટેકનોલોજી સહિતના શેરોમાં ૧૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે.
ગઈકાલે શેરબજારમાં ૫૦૯ પોઈન્ટનો કડાકો બોલી જતા શેરબજાર ફરીી પાટે ચડે તેવી આશા વ્યકત થઈ રહી છે. હાલ નિષ્ણાંતો મીડકેપના આઈટી સેકટરમાં વધુ રોકાણ કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્તિ કરી રહયાં છે. સીન્ડીકેટ બેંક, એચએફસીએલ, શ્રીરામ સિટી યુનિયન ફાયનાન્સ, બાલક્રિષ્ન ઈન્ડ., જીએચસીએલ, નોકરી અને ક્રોમટન સહિતના શેરમાં ૨ ટકાનો સુધીનો ઉછાળો પણ જોવા મળ્યો છે. બેન્કિંગ સેકટરના કેટલાક શેર ગ્રીનમાં ચાલ્યા છે.
આ ઉપરાંત એનબીસીસી, અજંતા ફાર્મા, પીરામલ એન્ટરપ્રાઈઝ સહિતના શેરમાં ૧.૭૫ ટકાનો ઉછાળો નોંધાયો છે. કેનરા બેંકમાં ૧.૫૭ ટકા તેમજ બીબીએલમાં ૧.૫૨ ટકાનો સુધારો જોવા મળ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,