શિયાળામાં થતા વાતાવરણીય બદલાવોથી શરદી, ઉધરસ અને તાવ જેવી સામાન્ય બીમારીઓ સામે ઘરગથ્થુ ઉપાયથી જ આરામ મેળવી શકાય છે બચવા કેસર, મરી, લવીંગ, એલચી અને હળદર સહિતના મસાલાઓ રક્ષાકવચ સમાન
શિયાળાની ઋતુની શ‚આત સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શ‚આત થઈ ગઈ છે. ત્યારે આ ઠંડીમાં સ્વાસ્થ્ય લથડે નહીં તે માટે ખાસ પ્રકારની કાળજી રાખવી જરૂરી બની જાય છે જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે તે લોકોને શિયાળામાં વધુ બિમારીઓનો સામનો કરવો પડતો હોય છે. જેમ કે, વારંવાર શરદી થઈ જવી, ઉધરસ, જીણો તાવ આવવો વગેરે. શિયાળાની ઋતુ એવી છે કે જેમાં દરેક દિવસ અલગ હોય છે એટલે કે, વાતાવરણ કયારેક ખુબ જ ઠંડું તો કયારેક મધ્યમ ઠંડુ બની જાય છે તો કયારેક ધુમ્મસને કારણે ઠંડો પવન પણ તીવ્ર બની જાય છે. આમ, શિયાળાના દિવસોમાં વાતાવરણમાં ફેરફારને કારણે સામાન્ય બિમારીઓ થવાની શકયતા વધી જાય છે.
આ પ્રકારના વાતાવરણીય ફેરફારથી થતા રોગોનો કોઈ ખાસ ડોકટરીય ઈલાજ પણ હોતો નથી. તો ચાલો જાણીએ ઘરગથ્થુ ઉપાયો વિશે. શિયાળામાં બીમારીઓથી દુર રહેવામાં મસાલાઓ ખુબ જ ઉપયોગી નીવડે છે જે તમામ મસાલાઓ સામાન્ય રીતે ઘરમાં જ ઉપયોગી લેવાય છે.
(૧) કેસર: કેસર એ એક ખાસ પ્રકારના મસાલાઓમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે જે ઘણા પ્રકારના ફાયદાઓ ધરાવે છે. કેસર શરદીમાંથી છુટકારો મેળવવામાં ખૂબજ ઉપયોગી સાબિત થાય છે. દુધમાં મિલાવી કેસર પીવાથી અથવા તો કપાળ પર કેસર લગાવવાથી શરદીમાંથી જલદી રાહત મળે છે.
(૨) હળદર: શિયાળાની ઋતુમાં ઈન્ફેકશન જલદીથી લાગી જાય છે. ત્યારે આ ઈન્ફેકશનથી દૂર રહેવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા હળદર ખુબજ કામ લાગે છે. શરદી, ઉધરસ, તાવ સહિતની બીમારીઓને જલદીથી મટાડવા લીલી અને સુકી એમ બંને પ્રકારની હળદર ઉપયોગી છે. તેમાં પણ શિયાળામાં લીલી હળદર ખાવાથી અનેકવિધ ફાયદાઓ થાય છે.
(૩) મેથી: મેથીમાં એન્ટી વાયરલના ગુણ રહેલા છે. જે આણપને ચેપી રોગોથી દુર રાખે છે. તેમાં પણ છીંક આવવાના કારણ બનતા વાઈરસોને નાથે છે અને ગળાને આરામદાયક નીવડે છે.
(૪) જાયફળ: જાયફળએ ઉષ્ણ અને એન્ટી બેકટેરીયલ ગુણ ધરાવે છે. જે રોગ પ્રતિકારક શક્તિને વધુ તેજ બનાવવામાં મદદ‚પ થાય છે. ગરમ દૂધમાં જાયફળ, મધના બે ટીપાં અને એલચી ભેળવી પીવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ઉપયોગી થાય છે.
(૫) કાળા મરી: શિયાળાની ગુલાબી સવારમાં મરી, આદુ અને એલચી યુક્ત મસાલાવાળી ચા પીવાની મજા કંઈક અલગ જ છે. જણાવી દઈએ કે, કાળા મરી શરીરના પોષક દ્રવ્યોમાં થતા ફેરફારની પ્રક્રિયાને વધુ તેજ બનાવે છે.
(૬) લવીંગ: લવીંગ સ્પાઈસી મસાલાઓમાં એક અદ્વિતીય સ્થાન ધરાવે છે. લવીંગ વિશ્ર્વ આખામાં તેના મેડીકલી ફાયદા માટે જાણીતું છે. લવીંગ સોજાની સાથે બળતરા થતી હોય તો તેમાં આરામ આપે છે. આ ઉપરાંત દાંતના દુ:ખાવામાં પણ આરામદાયી છે. તેમજ રોગ નિવારક ફાયદા તો છે જ પણ આ સાથે લવીંગ ભારતીય વાનગીઓમાં આહ્લાદક સ્વાદ પણ ઉમે છે. બિરયાની, પુલાવ, સલાડ સહિતની ભારતીય વાનગીઓમાં લવીંગનો ઉપયોગ થાય છે જે સ્વાદને ચાર ચાંદ લગાવી દે છે.
(૭) એલચી: જેમ એલચી પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જેમાં વીટામીન સી ભરપુર માત્રામાં રહેલું છે. એલચી ડાયજેસન માટે પણ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત ચાની ચુસ્કીમાં એલચીનું મિશ્રણ અચુક હોય છે અને ભારતની કેટલીક વાનગીઓમાં એલચી અનેરો સ્વાદ પુરે છે.
(૮) તજ: કાળા મરી, લવીંગની સમકક્ષ તજ એટલે કે દાલચીનીનું પણ મહત્વ છે. શરદીમાંથી જલદીથી રાહત મેળવવામાં તજનો વધુ ઉપયોગ થાય છે. તેમજ એલચી, લવીંગ અને મરીની જેમ ચામાં પણ ઉમેરાય છે. આ ઉપરાંત તજથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને બેકટેરીઅલ ઈન્ફેકશનથી પણ આપણા શરીરને રક્ષણ પૂરું પાડે છે.
ઉપર મુજબના આઠ તમને શરદી, ઉધરસ, તાવ સહિતની સામાન્ય બીમારીઓથી જ‚ર દૂર રાખશે. તેમજ શિયાળામાં વાતાવરણીય ફેરફારોથી એલર્જી છે તો આ આઠ મસાલા ડોકટરીય ઉપાયો કે દવાઓથી પણ વધુ અસરકારક નીવડશે.