તમે ગમે તેટલા હેર કલર કરાવી લો, પણ જે વાત કાળા વાળમાં છે તે ક્યાંય નથી જો તમારા વાળ કાળા હશે તો તમારી પર્સનાલીટીમાં અલગ લુક જોવા મળશે. પરંતુ આજકાલના શેમ્પુ હોય કે અન્ય પ્રોડક્ટસ તેમા રહેલા કેમિકલ્સથી તમારા વાળના નેચરલ કલરને ખતમ કરી દે છે. જેથી આવામાં તમારા વાળ ખરાબ જાય છે અને આ સિવાય પોલ્શુન અને લાઇફસ્ટાઇલ પણ તમારા વાળની સુંદરતાને ઘટાડવામાં ભાગ ભજવે છે.
જો તમારા વાળ પણ કેમિકલ પ્રોસેસના કારણે ઉંમર પહેલા જ સફેદ થઇ ગયા હોય અથવા ધીર ધીરે વાળ પોતાનો નેચરલ રંગ ગુમાવી રહ્યા હોય તો આ પરેશાનીથી બચવા આજે તમને એવા ઘરેલુ ઉપાયો જણાવીશ જેનાથી તમે તમારા વાળની સુંદરતા જાળવી શકશો જે આ પ્રમાણે છે.
૧- બ્લેક ટી :
બે નાની ચમચી ચાની ભુક્કી, તેમા ૧ નાની ચમચી મીઠુ અને અડધો કપ પાણી મિક્સ કરીને થોડીવાર ઉકાળો જ્યારે તે ઠંડુ પડી જાય ત્યારે તમારા વાળને આ પાણીથી બે-ત્રણ વખત ધૂઓ અને છેલ્લે વાળ ધોયા બાદ ૧૫ મિનિટ પછી નોર્મલ પાણીથી વાળ ધૂઓ અને આ પ્રક્રિયા અઠવાડિયામાં બે વખત કરવું તેમજ ખાસ ધ્યાન રાખવું કે આ પ્રક્રિયા બાદ શેમ્પુ કરવુ નહી.
૨- ડુંગળી :
સૌ પ્રથમ ડુંગળીને યોગ્ય રીતે પીસીને પેસ્ટ બનાવીને તમારા સ્કાલ્પ પર યોગ્ય રીતે લગાવો. ત્યાર પછી અડધાકલાક બાદ તેને પાણીથી ધોઇને શેમ્પુ કરી લો. અને આવુ અઠવાડિયામાં બે થી ત્રણ વખત આવુ કરો. તેમજ ડુંગળીમાં ખાસવાતએ છે કે તેમા રહેલું સલ્ફર વાળને કાળા કરવામાં મદદ કરે છે.
૩- મીઠો લીમડો
થોડા લીમડાના પાન લઇ અને તેને નારીયેળ તેલમાં મિક્સ કરીને ઉકાળી લો. તેને ત્યાં સુધી ઉકાળો તે કાળાના દેખાય. ત્યાર પછી તેને ઠંડુ કરો અને ઠંડુ કર્યા બાદ તેને સ્કાલ્પ અને વાળ પર યોગ્ય રીતે લગાવીને મસાજ કરો અને સુકાયા બાદ તેને ધોઇ લો. આવુ અઠવાડિયામાં બે વખત કરવાથી તમે તમારા વાળને સફેદ થાતા બચાવી શકશો.