વાળની સુંદરતાથી લઈને જીવજંતુ કરડયાની બળતરામાં ઓલ રાઉન્ડર છે ડુંગળી
આમ તો ડુંગળી રસોઈનો સ્વાદ વધારે છે પરંતુ તે રસોઈ ઘરનું વિવિધ ગુણો ધરાવતું ઘટક છે. તે લગભગ દરેક ભારતીય રસોઈમાં ઉપયોગી બને છે. સ્વાદ માટે પ્રખ્યાત ડુંગળી હિલિંગ તત્વો પણ ધરાવે છે. તેમાં મેગનેસ, કોપર, વિટામીન સી, પોટેશિયમ અનો ફોબેટ પણ રહેલું છે. આ ઉપરાંત ડુંગળીના અઢળક ફાયદાઓ છે.
* વાળની સુંદરતા માટે:-
ડુંગળીનું જયુસ વાળ વધારવામાં તેમજ ખરતા વાળ અટકાવવા માટેનું ખુબ જ ઉપયોગી ઉપચાર છે. ડુંગળીમાં રહેલા સલ્ફરથી વાળ વધારવામાં મદદ મળે છે.
* જીવજંતુ કરડે ત્યારે ઉપયોગી:-
ડુંગળીની સુગંધ કોઈને ગમે નહીં પરંતુ તેની સ્લાઈઝને ત્વચા પર ઘસવાથી જો જીવવું કરડયું હોય તો ત્યાં બળતર ઓછી થાય છે. જો મધમાખી કરડી જાય તો ડુંગળીનો કટકો ઘસવાડી પીડા ઓછી થાય છે.
* કાંટ વાળા ચાકુને સાફ કરો:-
રસોઈઘરમાં ઘણા કાંટી ગયા હોય તેવા ચાકુ પડેલા હોય છે તેને ડુંગળીને પાણીમાં બોળી રાખીને બાદમાં સાફ કરો અને જુના પડેલા ચાકુ પણ ચમકી ઉઠશે.
* ડુંગળીના ફોતરા:-
ડુંગળીના ફોતરાને ફેકી ન દેશો, તે ફલેવર્સથી ભરપુર હોય છે તેના ફોતરાને પાંચથી સાત મિનિટ પાણીમાં બોળી રાખો બાદમાં તે પાણીનો ઉપયોગ સૂપ બનાવવામાં તેમજ રસોઈ રાંધતી વખતેના પાણીમાં તેનો ઉપયોગ કરી શકો છો તે તમારી કરી ડિશ તેમજ ગ્રેવી ડિશના સ્વાદમાં વધારો કરશે.
* બર્તન સાફ કરવામાં ઉપયોગી:-
ડુંગળીના રસ અને પાણીની સમાન માત્રા રાખી તેમાં સાફ કપડુ બોળી મેટલના વાસણ પર ઘસવાથી મેટલ ચમકી ઉઠે છે.
* દુર્ગંધને દુર ભગાડવા:-
જો ગેસની આસપાસ ફુડ બળી ગયું હોય અને બદબુ આવતી હોય તો ડુંગળીના કટકા ત્યા રાખવાથી તેની દુર્ગંધ જતી રહે છે.