કેન્સર મતલબ કેન્સલ જેનો ઇલાજ તો શક્ય છે પરંતુ વધુ પ્રમાણમાં લોકો મૃત્યુ પામતા હોય છે. કારણકે જ્યારે જાણકારી મળે કે કેન્સર છે ત્યારે કેન્સરનું સ્ટેજ વધી ગયુ હોય છે તો તેવી રીતે ખબર પડે કે તમે કેન્સરની ચપેટમાતો નથી ને? કેમ કે ત્યારે જ તેની સારવાર શક્ય છે.

અમેરિકા કેન્સર સોસાયટી દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે. કે જ્યારે કોઇ વ્યક્તિનો વજન અચાનક ૪ થી ૫ કિલો ઘટી જાય છે તે કેન્સરની નીશાની છે. જે મુખ્યત્વે વૈક્રિએટિક મતલબ પેટ તેમજ ફેફડાનું કેન્સર હોવાના લક્ષણો બતાવે છે.

ચહેરા પર તલ તેમજ મસાનું હોવું સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે તેના આકાર તેમજ રંગમાં ફેરફારો આવે છે તે પણ કેન્સરનું એક ચિહ્ન છે. તલ તેમજ તેની આસપાસની ત્વચા વધુ ગાઢ કલરમાં પરિવર્તીત થઇ જાય ત્યારે તેની તપાસ કરવી ખુબ જ અગત્યની છે.જ્યારે ઘણાં સમયથી ઉધરસની સમસ્યા થતી હોય તે દરમ્યાન લોહી નિકડવાની સમસ્યા થતી હોય અને લાંબા સમયથી કફની તકલીફ રહેતી હોય તો તેને નજર અંદાજ કરવું નહી.

કોઇ વ્યક્તિને પેટમાં દુખાવાની સતત સમસ્યા હોય, ભુખ ન લાગવી, ક્યારેક ક્યારેક લોહીની ઉલ્ટી થવી, ખુનની કમી થવી તેવી સમસ્યા હોય તો તત્કાલ તેને ડોક્ટરને બતાવવું.જ્યારે મહિલાઓને સ્તનપાન કરાવવાની જગ્યાએ ગાંઢ થતી હોય તો તેને ચોક્કસ તપાસ કરાવવી, તેનાથી બ્રેસ્ટ કેન્સરની ભીતી રહે છે. જોકે આ સમસ્યા માત્ર શિશુને સ્તનપાન ન કરાવતી મહિલાઓને જ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.