સામાન્ય જનતા માટે સરકાર દ્વારા ઘણા નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે .આ નિયમો 1 ડિસેમ્બર 2020નાં ભારતમાં લાગુ પાડવામાં આવશે. બદલાયેલા નિયમોને કારણે સામાન્ય જનતાને ફાયદો થશે. તેમાં ગેસ સિલિન્ડર , ઇશ્યોરન્સ પ્રીમિયમ , રેલવે અને પૈસાની લેણ-દેણને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે જે લોકોના જીવન પર અસર કરશે.આ નિયમો નીચે મુજબ છે.
રાંધણગેસની કિંમતમાં થશે ફેરફાર:
1 ડિસેમ્બરથી રાંધણગેસની કિંમતમાં થશે ફેરફાર થશે.બધા જ રાજ્યોમાં એલપીજીનો ટેક્સ અલગ અલગ હોય છે તેથી બીજા રાજ્યોમાં તેની કિંમત પણ જુદી જુદી હોય છે.હાલમાં સરકાર એક વર્ષમાં દરેક ઘર માટે 14.2 કીગ્રાના 12 સિલેન્ડર સબસીડી ઉપર આપે છે. બદલાયેલા નિયમ મુજબ જો ગ્રાહક વધુ સિલિન્ડર ખરીદવા ઇચ્છતો હશે તો બજારભાવે ખરીદી શકશે.
વિમાધારકોને મળશે પ્રીમિયમમાં કપાતની સુવિધા:
કોરોનાકાળમાં ઘણા લોકો ઇન્શ્યોરન્સ આકર્ષિત થયા પરંતુ પ્રીમિયમના કારણે તેઓની ચિંતા વધી છે .નવા નિયમો પ્રમાણે હવે પાંચવર્ષ સુધી વીમાધારક પ્રીમિયમની રકમમાં કપાત કરી શકે છે.હવે વિમાધારકો પાસે 50% પ્રીમિયમ ઘટાડવાનો વિકલ્પ હશે.આ સાથે વીમાધારકો અડધા હપ્તા સાથે પોલિસી ચાલુ રાખી શકશે.
આરટીજીએસ દ્વારા થશે 24 કલાક મનીટ્રાન્સફર:
ગ્રાહકોને મની ટ્રાન્સફરની વધુ સારી સુવિધાઓ પુરી પાડવા માટે આરબીઆઇ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈ દ્વારા આરટીજીએસ ( રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ )ને 24 કલાક અને 7 દિવસ ચાલુ રાખવામાં આવશે . આરબીઆઈ દ્વારા દેશભરમાં ડિજિટલ બેન્કિંગનો વ્યાપ વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
1 ડિસેમ્બરથી શરૂ થશે ટ્રેનસેવા
1 ડિસેમ્બરથી ઘણી નવી ટ્રેનો ચલાવવામાં આવશે .ચારદિવસ પછી વઘુમાં વધુ મુસાફરોને ટ્રેનસેવાનો લાભ મળે તેના માટે બીજી ટ્રેનો કાર્યરત થવા જઈ રહી છે.જેમાં જેલમ એક્સપ્રેસ અને પંજાબ મેઇલ બંનેનો સમાવેશ થાય છે.01077/78 પુણે-જમ્મુત્વી પુના જેલમ સ્પેશિયલ અને 02137/38 મુંબઇ ફિરોજપુર પંજાબ મેઇલ સ્પેશિયલ ટ્રેન દૈનિક દોડશે.