માણસના શરીરમાં આંખ સૌથી મહત્વપુર્ણ અંગ છે અને સાથે જ સંવેદનશીલ પણ છે. એટલા માટે તેની યોગ્ય દેખભાળ કરવી ખૂબ જ જરૂરી છે. નહીં તો આંખ નબળી થઇ જાય છે તેમજ આંખો નબળી થવાના આમ તો ઘણા કારણ કોઇ હોઇ શકે છે તેમ છતા તેના મુખ્ય કારણોમાં પોષકતત્વોની કમી હોઇ શકે છે. એટલા માટે આંખોને નિરોગી રાખવા માટે વિટામિન્સ અને પોષકતત્વોનું નિયમિત સેવન કરવુ ખૂબ જ જ‚રી બને છે. આવો આજે જાણીએ કેટલી એવી જ વસ્તુઓ વિશે જેના નિયમિત સેવનથી આંખ હંમેશા સ્વસ્થ રહે છે અને ચશ્મા પણ નથી આવતા …..
આંખોને સ્વસ્થ રાખવા માટે દહીં, મગફળી, ડાર્ક, ચોકલેટ અને કોકો પાવડર જિંક યુક્ત આહારનું સેવન ખૂબ જ જરૂરી છે.
વરિયાળી અને બદામ સરખી માત્રામાં પીસી લો તેની એક ચમચી માત્રામાં સવાર-સાંજ પાણીની સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની નબળાઇ દૂર થાય છે. તથા આંખોની રોશની પણ વધે છે.
ગ્રીન ટીના સેવનથી પણ આંખો સ્વસ્થ રહે છે એક રિસર્ચ પ્રમાણે રોજ લગભગ પાંચ કપ ગ્રીન ટી પીવાથી શરીરને પર્યાપ્ત માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ પ્રાપ્ત થાય છે. જેનાથી આંખો સ્વસ્થ રહે છે.
સુર્યમુખીના બીજા સેવનથી પણ આંખો માટે ફાયદાકારક રહે છે. તેમા જ‚ર માત્રામાં વિટામી સી, વિટામિન ઇ બીટા કેરોટીન અને એન્ટી ઓક્સિડેન્ટ જોવા મળે છે.
આ ઉપરાંત લીલા શાકભાજી અને સલાડને ભોજનમાં વધુને વધુ સામેલ કરવુ જોઇએ તેમાં જોવા મળતા એન્ટિઓક્સિડેન્ટ શરીરને સ્વસ્થ રાખવા મદદરૂપ નિવડે છે.