ઘસવું
જ્યારે તમે વારંવાર પોતાના દાંત અને પેઢામાંથી ખાવાનું સાફ કરો છો, તો એને ઘસવાથી પેઢામાંથી લોહી નિકળવા લાગે છે. જો આ લાંબા સમય સુધી કરવામાં આવે તો એનાથી દાંતને નુકસાન પહોંચાડી શકે છે.
પેઢાની બીમારી
ક્યારેક ટૂથપિકનો ઉપયોગ કરવાથી કોઇ પરેશાની થતી નથી, પરંતુ એ દરરોજ કરવામાં આવે તો એનાથી દાંતમાં નહીં પરંતુ પેઢાને નુકસાન પહોંચાડે છે. પરંતુ એનો સાચા સમયે સારવાર કરવામાં ના આવે તો પેઢાની બીમારી પણ હોઇ શકે છે.
દાંતની વચ્ચે જગ્યા
જો ટૂથપિકનો ઉપયોગ એક જ જગ્યા પર વારંવાર કરવામાં આવે તો એના દાંતની વચ્ચે ખાલી જગ્યા બનવા લાગે છે. જેનાથી એ ખાલી જગ્યામાં વધારે ખાવાનું ફસાઇ જાય છે. જેનાથી દાંતમાં પોલાણ થવા લાગે છે.
ઇનેમલને નુકસાન
કેટલીક વખત ટૂથપિકનો ઉપયોગ કરતી વખતે આપણે એને ચાવવા લાગીએ છીએ, જો લાકડા અથવા પ્લાસ્ટિકની બનેલી હોય છે. એનાથી દાંતના ઇનેમલને નુકસાન પહોંચે છે.
દાંતના રૂટ્સને નુકસાન પહોંચવું
ટૂથપિકના સતત ઉપયોગથી પેઢા પોતાની જગ્યાએથી ખુલવા લાગે છે જેનાથી દાંતના રૂટ્સ ખુલી જાય છે. એનાથી દાંતની રૂટ્સને નુકસાન પહોંચે છે અને કેટલીક વખત દાંતમાં દુખાવો પણ થવા લાગે છે.
દાંતની ચમક ખતમ કરી દે છે
જો આપણે ટૂથપિકનો રોજ ઉપયોગ કરીએ તો વેનીર એટલે કે ચમક, જે દાંતના પોલાણને બચાવવા માટે ઉફયોગ કરવામાં આવે છે એને ખતમ કરી દે છે.
શ્વાસની દુર્ગંધ
ટૂછપિકનો ઉપયોગ આપણે દાંતની વચ્ચે ફસાયેલી ગંદકીને સાફ કરવા માટે કરીએ છીએ. પરંતુ આ ખાવાનું વદારે સમય સુધી ફસાયેલું રહે તો અને એને ટૂથપિકથી સાફ કરવામાં આવે તો એનાથી મોઢામાં દુર્ગંધ આવવા લાગશે.