સ્ત્રી ત્યારે જ સંપૂર્ણ સ્ત્રી બને છે જ્યારે તેને માતૃત્વની પ્રાપ્તિ થાય છે. અને એવું પણ કહેવાય છે કે જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે તેનો પણ નવો જન્મ થાય છે. પરંતુ જે સ્ત્રી માતા બાનવા માટે અક્ષમ છે તેની પીડા તો એ જ સમજી શકે છે. અહી એવા જ કેટલાક મહત્વના કારણો વિષે વાત કરીશું જેના લીધે સ્ત્રી માતૃત્વનું શુખ નથી મેળવી શક્તિ.
પિરિયડની સમસ્યા
સ્ત્રીને અનેકવાર પિરિયડની સમસ્યાનો સામનો કરવાનો વારો આવે છે જેમાં મુખ્ય ત્રણ સમસ્યાઓ છે, અનીયમીત પિરિયડ શરૂ થવા, પીરીયડ સમયે અસહ્ય દૂ:ખાવો થવો, પિરિયડ ન આવવા. જો તમે આ ત્રણ માથી કોઈ સમસ્યાનો શિકાર છો તો ઇન્ફર્ટિલિટીની સમસ્યા થયી શકે છે.
ગર્ભાશય માથી લોહી નિકડવું..
ફાઇબ્રોએડ્સ એટ્લે કે પિરિયડના દિવસો સિવાય પણ લોહી નીકળે ત્યારે સમજવું કે ટતે ગર્ભાશયમાથી નીકળતું લોહી છે અને તે બાબતે જરા પણ બેદરકારી દાખવ્યા વગર ડોક્ટરની સલાહ લેવી જોઈએ. એ એક પ્રકારની ગાંઠ પણ હોય શકે છે જેના લીધે તમને ગર્ભ રાખવામા પ્રશ્નો થતાં હોય છે. આ ઉપરાંત જો ગર્ભ રહી જાય તો પણ તે ગાંઠના કારણે ગર્ભપાત થયા છે.
સેક્સ દરમિયાન દૂ:ખાવો થવો…
સામાન્ય રીતે જ્યારે શારીરિક સંબંધ સ્થાપો છો ત્યારે દુખાવો ન થવો જોઈએ પરંતુ જો દૂખાવો થાય છે તો ડોક્ટરને જરૂરથી બતાવો. એ દૂખાવાનું કારણ એંડ્રોમિટ્રીઓસિસ કે બોવેલ મુવમેંટ પણ હોય શકે છે.
તણાવ કે અનીન્દ્રા…
એંડ્રોમિટ્રીઓસિસમાં પિરિયડ સમયે જો તમે અનિન્દ્રા અનુભવો છો, તેનું મુખ્ય કારણ તણાવ હોય શકે છે. એવી પેરિસથીને અવગણવા કરતાં નિષ્ણાંતની સલાહ લેવી એ યોગ્ય રસ્તો છે. એ પણ ની:સંતાન રહેવાનું લક્ષણ છે.
ચહેરા પર વાળનું વધવું…
શરીરમાં ટેસ્ટોસ્ટેરોન વધવાથી ચહેરાના વાળ વધે છે. જેમાં મુખ્યત્વે અપરલીપ્સ અને દાઢીના વાળ વધવા લાગે છે. આ લક્ષણો દર્શાવે છે કે તમારા શરીરમાં સેક્સ હોર્મોન્સ અસ્થિર છે જે ની:સંતાન સ્થિતિ માટે જવાબદાર હોય છે.
અચાનક વજન વધવો…
જો કસરત અને ડાએટ અનુસરવા છતાં પણ વજન ઓછો નથી થતો તો તે ફિમેલ ઇનફર્ટિલિટી હોય શકે છે.
સેક્સની અનિચ્છા હોવી…
સેક્સ માટે અનિચ્છા એ ની: સંતાન હોવાની નિશાની નથી પરંતુ તેના કારણે તણાવ અને સેક્સ દરમિયાન દૂખાવાની સમસ્યા થાય છે જે સંતાનપ્રાપ્તિ માટે અવરોધ સમાન છે.