સ્ત્રી પુરુષના સંબંધનો પ્રેમ અને મજબૂતી તેમજ એકબીજા પ્રત્યેનો વિશ્ર્વાસએ બંનેના એકબીજા માટેના સમર્પણથી દર્શાય છે ત્યારે એ બાબતે બંનેના શારિરીક સંબંધો એ મુખ્ય ભૂમિકામાં હોય છે. પરંતુ જ્યારે નવા-નવા સંબંધોની શરુઆત થઇ હોય તે સમયે એકબીજા માટે જ જીવતા હોય તેમ એન્જોય કરે છે પણ જ્યારે એ સંબંધો જેમ જૂના થતા જાય છે ત્યારે તે વધુ મજબૂત થવાનાં બદલે કમજોર થતા જાય છે. જેમાં સેક્સ સંબંધોને ઘટવા લાગે છે જેના માટે કેટલાંક પરિબળો જવાબદાર હોય છે તો આવો જાણીએ એ પરિબળો અંગે…..
– સ્ટ્રેસ (તણાવ) : તણાવ એ એક મહત્વનું કારણ છે. જે પુરુષના સ્પર્મ કાન્ઉટ ઘટાડે છે. જ્યારે તમે ખૂબ જ તણાવની પરિસ્થિતિમાં છે, ત્યારે તમારા શરીરમાંથી એડ્રેનેલીન અને કોર્ટીસોલ રીલીઝ થાય છે. જે તમારા હોર્મોન્સને પણ ડિસ્ટર્બ કરે છે અને આ દરેક બાબતનું નકારાત્મક અસર પુરુષની કામવાસના પર પણ પડે છે.
– પોતાની જાતને ઉતરી કક્ષાની ગણવી :
જ્યારે તમે તમારી જાતને ઓછી આંકો છો, સેક્સી નથી માનતા કે શારિરીક રચનાં અંગે શંકાઓ દર્શાવો છો, ત્યારે તમારામાં આત્મવિશ્ર્વાસની કમી દર્શાય છે. જેના કારણે રીજેક્શનનો ભય સતાવે છે. અને આ બાબતથી પણ કામેચ્છા ઘટી જાય છે.
– આલ્કોહોલ :
મહીરાપાનએ કોઇપણ પ્રશ્નનો જવાબ નથી અને રોજનું મદીરાપાનએ આદત પણ બની જાય છે. જે તમારા પાર્ટનરને કદાચ તમારાથી દૂર કરી છે. એ ઉપરાંત વધુ પડતુ આલ્કોહોલ લેવાથી તમારા કામવાસને પણ માઠી અસર કરે છે. જ્યારે તમે કરીને શારીરીક સંબંધો બાંધવાની કોશિશ કરો છો ત્યારે તમારા સાથીને તમારાથી અણગમો થાય છે. જેની અસર પણ તમારા પર થયા વગર નથી રહેતી…..
– ઓછી ઉંઘ : શાંત અને હળવું મન તેમજ શરીર સારું કામ આપી શકે છે. જો તમે પૂરતી ઉંઘ નથી લેતા તો તમારી એનર્જી પણ ઘટી જાય છે જે કામશક્તિને પણ ઘટાડે છે.
– વધુ પડતી દવાનો ઉપયોગ : જો તમે બ્લડ પ્રેશર, ડિપ્રેશન કે અન્ય બિમારી માટે ભારે દવાનો ઉપયોગ કરો છો, તો તેની સીધી અસર તમારી સેક્સ લાઇફ પર પડે છે.
– મેનોપોઝ :
સ્ત્રીઓમાં મેનોપોઝની સ્થિતિ બાદ કામેચ્છાની કમી જોવા મળે છે. જ્યારે મેનોપોઝ બાદ તરત જ ઓસ્ટ્રોજનનું લેવલ ઓછુ થાય છે. અને યોનીનાં ટીસ્યુ પણ સુકાવા લાગે છે. જેથી સેક્સ દરમિયાન પણ પ્રશ્નો ઉભા થાય છે. જેના પરિણામે સ્ત્રીમાં શારિરીક સંબંધો બાંધવા પ્રત્યેની લાગણી પણ ઓછી થતી જાય છે.