જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચોરે ને ચૌટે ચર્ચાતા નામની યાદીનો વિસ્તૃત અહેવાલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની મહાપાલિકાની ચૂંટણી શરૂ થઈ ચૂકી છે. જેના માટે આજે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે બીજા તબક્કામાં રહેલી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં બેઠકો વાઇઝ સંભવિત ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. જેનો વિસ્તૃત અહેવાલ પઅબતકથ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આજે છ મહાપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. તેના માટે આજ રોજ જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. મહાપાલિકા માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે. હવે બીજા તબક્કામાં આગામી તા.૮થી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે. જેમાં તા.૧૩ સુધી ઉમેદવારી ભરી શકાશે. બાદમાં તા. ૧૫ના રોજ ફોર્મની ચકાસણી થવાની છે. ૧૬ સુધીમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકાશે. બાદમાં તા.૨૮ના રોજ મતદાન યોજાશે.
ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો દ્વારા બીજા તબક્કાની ચૂંટણીને લઈને નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે. હાલ ટીકીટ માટે દાવેદારો એડી ચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.હાલ સ્થાનિક કક્ષાએ જે જે નામોની ચોરેને ચોકે ચર્ચા ચાલી રહી છે. તે સંભવિત ઉમેદવારોના નામનું લિસ્ટ અહીં રજૂ કરવામાં આવ્યું છે.