શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય જેવા કલાકારોથી ભરેલી ફિલ્મ ‘મોહબ્બતે’થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી કિમ શર્મા હાલમાં બોલીવુડથી દુર છે. કિમ શર્મા પોતાના શરૂઆતી દિવસોમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી ચુકી છે.
સૌથી પ્રથમ જાહેરાત તેમણે ક્લોજ-અપની કરી હતી. કિમ શર્માએ કેન્યાના મોત બિઝનેસમેન અલી પંજાનીથી લગ્ન કર્યા છે. પરંતુ એક સમયે કિમ શર્મા અને ક્રિકેટર યુવરાજ સિંહની સાથે હતી. તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહે અભિનેત્રી હેઝલ કીચથી લગ્ન કરી લીધા છે. કિમ શર્માની ફિટનેસ જોઇને તમે અંદાજો લગાવી શકશો નહિ કે બોલીવુડની આ હોટ અભિનેત્રી હવે ૩૭ વર્ષની થઈ ચુકી છે. આ દિવસોમાં કિમ શર્માને પેજ-૩ પાર્ટીઝમાં જોવા મળી રહી છે જેનાથી લાગી રહ્યું છે કે, કિમ શર્મા ફરીથી બોલીવુડમાં વાપસી કરી શકે છે.