સામાન્ય રીતે લોકો ક્રિએટીવીટીને કલા કે આર્ટ સાથે સંકળાવે છે. જ્યારે હકિકતમાં એવું નથી હોતુ. ક્રિએટીવીટી અને રચનાત્મકતાની વ્યાખ્યા એનાથી પણ વિશેષ છે. ક્રિએટીવ હોવું એ આપણા વિચારો પર નિર્ભર છે. અને એવા વિચાર વાળા અનેક લોકો આપણી આસપાસ જ હોઇ શકે છે જો તમારે પણ એ લોકોમાંથી વધુ ક્રિએટીવ કોણ છે. એ જાણવું છે તો આ બાબતોની નિરિક્ષણ જરુરથી કરો…..
– ઘડિયાળ નથી જોતા
જે લોકોના વિચાર ક્રિએટીવ હોય છે. એ ક્યારેય સમયની પાછળ નથી ભાગતા, એના માટે કામને સમય પર નહિં. પરંતુ સારી રીતે પુરુ કરવું એ મહત્વનું છે એટલે ખૂબ જ સાવધાનીથી એ લોકો કામને પુરુ કરે છે.
– અલગ જ દુનિયામાં વસે છે .
જ્યારે તમે તેની સાથે વાત કરતા હો અને તેનું ધ્યાન બીજે હોય અથવા તેનાં વિચારોમાં મગ્ન હોય તો સમજવું કે કંઇક રચનાત્મક વિચારમાં છે.
– પાગલ હોય છે…..
ક્રિએટીવ લોકો મગજથી તો પાગલ નથી હોતા પરંતુ તેના વિચારો જ કંઇક એવા હોય છે જે સામાન્ય લોકોની સમજથી બહાર હોય છે.
– ધ્યાનને ભંગ કરી શકે છે.
એક રિસર્ચને એ વાત સામે આવી છે કે ક્રિએટીવ વિચાર વાળા વ્યક્તિઓને સહેલાઇથી ભટકાવી શકાય છે.
– ટોકવાની આદત હોય છે.
ક્રિએટીવ લોકો હમેંશા અન્યને ટોકવાનાં નિપૂર્ણ હોય છે એ લોકો શબ્દોનો એવો ઉપયોગ કરી વિશેષરુપથી ટોકવાનું રાખે છે.
– ઝઘડો કરે છે.
આપણે સામાન્ય રીતે ઝઘડાથી દૂર ભાગીએ પરંતુ ક્રિએટીવ લોકો જાણીજોઇને ઝઘડાને આમંત્રણ આપે છે.
– ઉંઘ નથી આવતી
ક્રિએટીવ વ્યક્તિને રાતનાં ૨-૩ વાગ્યા પહેલાં ઉંઘ નથી આવતી, કારણ કે તેના દિમાગમાં રચનાત્મક વિચારો જ ચાલ્યા કરતાં હોય છે.