ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા કામદારોનું જીવનધોરણ સુધારવા વ્યવસાયિક સલામતી અને આરોગ્ય અંગેના એક સમાન નિયમો દેશમાં લાગુ પડશે
શ્રમીક કામદાર ઓ ના અધિકારો અને સલામતી માટે શ્રમ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ નવા નિયમો જાહેર કર્યા છે જેમાં વ્યવસાયિક સ્થળ સલામતી આરોગ્ય અને કાર્ય કરવાના સ્થળ ની પરિસ્થિતિ અંગે નિયમો બનાવીને શ્રમ મંત્રાલય સમગ્ર દેશમાં શ્રમિકોની પરિસ્થિતિ વધુ સુધારી વાતાવરણ અનુકૂળ બનાવવા મહત્વનું કદમ ભર્યું છે શ્રમ મંત્રાલયના રાષ્ટ્રીય નિગમ દ્વારા શ્રમિકોની સલામતી અને તેમના જીવનધોરણ અંગે એક ગાઈડ લાઈન બનાવી ઔદ્યોગિક જગતમાં શ્રમિકોનું શોષણ ન થાય અને કામ કરી શકે તેવા માહોલ માટે કવાયત હાથ ધરી છે
શ્રમ મંત્રાલય દ્વારા સમિતિ પાસે આ અંગેનો અહેવાલ તૈયાર કરી 45, દિવસમાં નિયમો ની જાણકારી આપવા આદેશ કર્યા છે શ્રમિકોની કામ આરોગ્ય અને ખાસ કરીને રોજગાર સલામતી માટેના નિયમો ના અમલ માટેની તૈયારી કરી છે ટેકનિકલ કમિટી દ્વારા તમામ સભ્યોની સહમતી અને સરકારી પ્રતિનિધિ પ્રજાપતિ દીદી ખાનગી ઉદ્યોગો અને ટેકનીકલ નિષ્ણાતો ની બનેલી આ સમિતિ દ્વારા મજૂરો અને શ્રમિકોને કાર્યસ્થળ ની સુવિધાઓ કામના કલાકો તેમની આરોગ્યની જાળવણી અને રોજગાર સલામતી માટે એક નિશ્ચિત ,ગાઈડ લાઈન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રમ મંત્રાલય 29 જેટલા શ્રમિક કાયદાઓ અને મૂળભૂત ચાર નિયમોમાં લઘુતમ વેતન સામાજિક સુરક્ષા અને ઔદ્યોગિક સબંધી કામદારો માટેના નિયમો બનાવવાનું આયોજન કર્યું છે આ નિયમો અને આચાર સહિતા સંસદમાં પસાર કરીને મૂળભૂત ચાર સિદ્ધાંતો સાથે દેશભરમાં અમલ કરવામાં આવશે સરકાર દ્વારા સમિતિની રચના કરીને નિયમો અને સૂચનો મંગાવવામાં આવ્યા છે તેની સાથે રાજ્ય સરકારોને પણ પોતાના અભિપ્રાય આપવાનું ચડાવવામાં આવ્યું છે નવા નિયમો થી શ્રમિકોની કાર્યક્ષમતા ની સાથે સાથે રોજગાર ની સલામતી અને આરોગ્ય સુવિધાઓ અને કાર્ય કરવાના સ્થળે પાયાની સુવિધાઓ નું એક આખા રષ્ત્રવ્યાપી ધોરણે એક સમાન નિયમો લાગુ પડશે
દ્વારા રચવામાં આવેલી આ સમિતિ દ્વારા 2020 ના અધિનિયમ કે જેમાં શ્રમિકો અંગેની સવલતો ની તમામ જોગવાઈઓ કરવામાં આવી છે તેમાં સુધારો કરીને સમગ્ર દેશમાં શ્રમિકો માટે સલામતી સ્વાસ્થ્યની જાળવણી અને કાર્ય સ્થળના એક સમાન નિયમોનો અમલ કરવામાં આવશે