વોટસએપ ગ્રૂપ ચેટમાં એક નવા બટનની ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેના દ્વારા એક એડમિન બીજા એડમિનને ‘ડીમૉટ’ અથવા ‘ડિસ્મિસ’ કરી શકશે. એટલે કે તેમને ગ્રુપ માંથી ડિલીટ કર્યા વિના જ આ શક્ય થશે અને સામાન્ય ગ્રૂપના મેમ્બર તરીકે તેમને પુન: વોટ્સએપ ગ્રુપમાં એડ કરવાની જરૂર પણ નહિ પડે. આ ફીચરને એન્ડ્રોઇડ (બીટા વી 2.18.12) અને આઇઓએસ એપ પર ટેસ્ટિંગ કરી રહ્યું છે.
હવે, જ્યારે એક એડમિન તેના સાથી એડમિન દૂર કરવા માંગે, તો તેને પહેલાં તે ગ્રુપ માંથી હટાવવો પડશે પરંતુ તેને પછી ગ્રુપમાં સામેલ કરવા માટે તેને ફરીથી એડ કરવાની જરૂર નહિ પડે.
WABetaInfo અનુસાર, આ નવું ફીચર્સ ગ્રુપ ઇન્ફો સેક્શન માં સામેલ છે. કોઈ પણ ગ્રૂપ ચેટમાં જમણી બાજુ ઉપર દેખાતા ત્રણ ડોટ પર ક્લિક કરીને તમે ગ્રુપ ઇન્ફો સેક્શન પસંદ કરી શકો છો. ગ્રુપ ઇન્ફોમાં તમે કોઈ એડમીનને ગ્રુપ માંથી કાઢ્યા વગર એક એડમિન તરીકે ડિસમિસ કરવાનો વિકલ્પ દેખાશે.
રિપોર્ટમાં આગળ જણાવ્યું હતું કે, ” વોટસએપ હવે આઇઓએસ માટે આ ફીચર પર કામ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં આ બધા યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. જોકે વેટ્સએપ એન્ડ્રોઇડ એપ્સના લેટેસ્ટ બીટા એપ 2.18.12 માં નવું ફીચર્સ પહેલાથી જ ડિફોલ્ટ તરીકે ઉપલબ્ધ છે. ”
ફેસબુકની માલિકીની એપ્લિકેશન દ્વારા ગ્રુપ એડમિનને વધુ મજબૂત કરવામાં આવે તેવી આશા છે. જેથી તે બધા બાકીના મેમ્બરને ટેક્સ્ટ મેસેજ, ફોટા, વિડિયો, જીઆઈએફ, ડોક્યુમેન્ટ અથવા વૉઇસ મેસેજ મોકલવાથી રોકી શકે.
લોકપ્રિય મોબાઇલ મેસેજિંગ પ્લેટફોર્મએ ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ વર્ઝન 2.17.30 દ્વારા રીસ્ટ્રિક્ટ ગ્રુપ સેટિંગને શરુ કરી દીધું છે. રીસ્ટ્રિક્ટ ગ્રુપ સેટિંગને માત્ર ગ્રુપ એડમિન જ એક્ટીવેટ કરી શકે છે પરંતુ, એડમિન મીડિયા શેરિંગ ઉપરાંત સામાન્ય રીતે ચેટ પણ કરી શકે છે.
એકવાર રીસ્ટ્રિક્ટ થયા પછી, અન્ય સભ્યો મેસેજ જ વાંચી શકશે બીજું કશું નહિ કરી શકે. અને ગ્રુપમાં મેસેજ અથવા કોઈ મીડિયા ફાઇલ મોકલવા માટે તેમને મેસેજ એડમિન બટન પર ક્લિક કરવું પડશે. અને તે મેસેજને ગ્રૂપમાં મોકલવા માટે એડમિન દ્વારા મંજૂરી આપવી પડશે.