દેશની રાજધાની દિલ્લી પોતાના કેટલાય રંગો માટે પ્રખ્યાત છે.દિલ્લીમાં તેના ખાવા-પીવ, ખરીદી,નાઈટ આઉટજેવા મનોરંજન અને ખુશ મિજાજ માટે જાણીતું છે સાથો સાથ ઘણા સ્મારકો માટે પર્યટકોમાં ખૂબ જાણીતું છે.આ ઉપરાંત દિલ્લીમાં જોવા જેવા મ્યુઝીયમ માટે પણ જાણીતા છે. આ મ્યુઝીયમ માં બાળકોના માટે જ્ઞાન માટે પણ ખુબ સારો અનુભવ રહેશે.
1 .નેશનલ ગાંધી મ્યુઝીયમ
નેશનલ ગાંધી મ્યુઝીયમ મ કે ગાંધી મેમોરિયલ મ્યુઝીયમ નવી દિલ્લીમાં લ્હુબ જાણીતું મ્યુઝીયમ છે.ખૂબ મોટા પ્રમાણમા પર્યટકો આ મ્યુઝીયમની મુલાકાત લે છે. આ મ્યુઝીયમ મહાત્મા ગાંધીના જીવન અને તેમના સિધ્ધતોને દર્શવે છે.આ મ્યુજીયમ પહેલા મુંબઈમાં ખોલવામાં આવ્યું હતું.મહાત્મા ગાંધી મૃત્યુ પછી દિલ્લીમાં રાજઘાટમાં ખોલતા પહેલા કેટલીવખત તેની જગ્યાઓ બદલવામા આવી હતી. નેશનલ ગાંધી મ્યુઝીયમ જોવા માટે દેશ કે વિદેશના પર્યટકો માટે કોઈ ટિકિટ લેવાની જરૂર નથી.મ્યુઝીયમ મ અપ્રવેશ કરવા માટે સવારે 9:30 થી શજે 5:30 વાગ્યા લાગી ચાલુ રહે છે.
2 નેશનલ રેલ મ્યુઝીયમ
નેશનલ રેલ મ્યુજીયમ દિલ્લીમાં પ્રખ્યાત અને બાળકો માટે મનપસંદ મ્યુજીયમ છે.આ મ્યુજીયમ દિલ્લીમાં ચાણક્યપુરીમાં આવેલ છે.આ મ્યુઝીયમમાં ભારતની દરેક રેલના મોડલ અને તેને સંબંધિત રસપ્રદ વાતો જાણવા મળશે.વર્ષો જૂના વરાળ એન્જિન થી લઈને આધુનિક ભારતીય રેલ લગીના તમામ મોડલ જોવા મળશે.આ મ્યુઝીયમનો પ્રારંભ 1 ફ્રેબ્રુઆરી 1977માં થયું હતું.આ રેલ મ્યુઝીયમમાં સોમ થી શુક્ર પ્રવેશ માટે વ્યાસકો માટે 50 રૂ.અને બાળકો માટે 10 રૂ. ટિકિટ છે અને શનિ અને રવિ ટિકિટની કિમત વધુ હોય છે.આ મ્યુઝીયમમાં પ્રવેશ માટે સવારે 10 થી શજે 5 વાગ્યા સુધી ખૂલું રહે છે.
3.મેડમ તુસાદ મ્યુઝીયમ
મેડમ તુસાદ મ્યૂઝીયમ દિલ્હીના ખૂબ જ જાણીતા અને પ્રવાસીઓમાં સૌથી વધુ પસંદ કરાયેલ મ્યુઝિયમ છે. આ એક વેક્સ (મોમ) નું મ્યુઝીયમ છે અને પ્રવાસીઓમાં તે ખૂબ પસંદ આવે છે. મેડમ તુસાદ મ્યૂઝીયમ માં ઘણા મહાન સેલિબ્રિટીઝ અને નેતાઓ વેક્સ સ્ટેચ્યુ બનાવીને રાખવામાં આવ્યા છે. આ સ્ટેચીયુ પ્રવાસીઓને આકર્ષે છે તે એક ઉત્તમ મ્યુઝીયમ છે. મેડમ તુસાદ મ્યૂઝીયમ નવી દિલ્હી માં રીગલ થિયેટર નજીક આવેલ છે. આ મ્યુઝીયમમાં પ્રવેશ કરવાનો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યે છે. ટિકિટ માટે તમારે ઑનલાઇન બુકિંગ કરવી પડે છે.
4. શંકર આંતરરાષ્ટ્રીય ડોલ મ્યુઝીયમ
બાળપણમાં ઢીંગલી અને ઢીંગાલાથી બધા રમ્યા હશો. પરંતુ શું તે ઢીંગલી અને ઢીંગાલાને અલગ અલગ રૂપમાં જોયા છે. જો નહીં, તો તમારે એકવાર દિલ્હીના બારકખબડા રોડ પર સ્થિત શંકર આંતરરાષ્ટ્રીય ડોલ મ્યુઝીયમ જોવા જવું જોઈએ. આ ડોલ મ્યુઝીયમમાં તમે દુનિયાની દરેક પ્રકારનાં ઢીંગલી અને ઢીંગાલાને તેમના પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળશે. આ મ્યુઝીયમમાં આશરે 6,500 જેટલી ઢીંગલી અને ઢીંગાલા છે. આ મ્યુઝીયમ સવારે 10 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.