બદલતી ઋતુ, વાતાવરણ, ખાનપાનની આદત અને માનસિક સ્થિતિ કારણભૂત
મૌસસમાં બદલાવની સાથે સ્વાસ્થ્યમાં ઉતર-ચઢાવ એ સામાન્ય બાબત છે. શર્દીના મૌસમમાં વધુ પડતા લોકોને સુસ્તી અને થાક જેવી અનેક સમસ્યાઓ થાય છે. કયારેક દુ:ખી થવું, ગુસ્સો કરવો એવા લક્ષણો પણ વર્તમાન સમયમાં સાવ સામાન્ય થઇ ગયા છે. જેના કારણે સ્વભાવમાં નકારાત્મકતા જોવા મળે છે. પણ દરરોજ આવા મૂડમાં રહેવાથી હેલ્થ પર પણ ઉંડી અસર જોવા મળે છે. તે સિવાય હમેશા ઊંઘ, થાક અનુભવવો વગેરે શરીર તરફ ઘ્યાન કેન્દ્રીત કરવાનો ઇશારો આપે છે. વિશેક્ષજ્ઞોના મતે આવું બનતા પાછળ કેટલાંક કારણો જવાબદાર છે.
આયર્નની ઉણપ:- આળસનું કારણ શરીરમાં આર્યન (લોહતત્વ) ની ઉણપ પણ હોય શકે છે. અને આ વાતનો ઊંઘ સાથે કોઇ નાતો નથી. આર્યનની ઉણપથી શરીરમાં થાક અનુભવાય છે.
ગરમી લાગવી:- વધુ પડતો ગરમ વાતાવરણમાં સમય પસાર કરવો એ પણ થાક લાગવાનું એક અત્ય કારણ છે. જેનાથી શરીની ઉર્જા નષ્ટ થાય છે અને થાક અનુભવાય છે.
નિયમિત વ્યાયામનો અભાવ:- આળસ અનુભવવાનો સૌથી મૂળભૂત કારણ વ્યાયામ ન કરવું એ પણ ગણવામાં આવે છે. વ્યાયામ ન કરવાથી કેલરી બર્ન નથી થતી, જેના લીધે સક્રિયતા અને ફિટનેસ પર ઊંડી અસર પડે છે.
ઉંઘ ન આવવી:- આજકાલ ઘણા લોકોની આ મુખ્ય સમસ્યા છે કે તેઓને રાત્રે ઉંઘ નથી આવતી અથવા તો ઉંઘ આવે તેના માટે ગોળીઓ લેવી પડે છે. ઉંઘ ન થવાથી મગજને આરામ નથી મળતો જેથી શરીર થાક અને આળસ અનુભવે છે.
ટેન્શનમાં રહેવું:- ટેન્શનમાં રહેવાથી દિમાગ પર બોજ પડે છે. આ બોજના કારણે થાકનો અનુભવ થાય છે. અને એકટીવ રહેવામાં અસફળતા મળે છે. અને જવાબદારીઓ નિભાવવામાં પણ તણાવ અનુભવાય છે. તણાવના કારણે શરીરમાં સુરભી અને થાક લાગે છે.
વધારે વ્યાયામ કરવો:- વધારે વ્યાયામ કરવાથી શરીરની ઉર્જા નષ્ટ થાય છે. જે લોકો વધારે વ્યાયામ કરે છે તેવા લોકોએ હેલ્થી ખોરાક લેવાની ખાસ જરૂર પડે છે.
અસંતુલિક આહાર:- આપણો ખોરાક આપણા આખા શરીરને પ્રભાવિત કરે છે. આપણા ખોરાકની ગુણવતા પરથી શરીરની સ્વસ્થ્તા અને અસ્વસ્થતા નકકી થાય છે. વાસી અને ભારે ખોરાકથી આળસનું પ્રમાણ વધે છે.
ઓછી માત્રામાં પાણી પીવું:- પાણીની ઉણપ આપણા શરીર માટે ખતરનાક સાબિત થઇ શકે છે. શરીરમાં યોગ્ય માત્રામાં ઓછામાં ઓછું ૭૦ ટકા પાણીની માત્રા ન હોવાથી માથાનો દુ:ખાવો , પેટ દર્દ, ચકકર આવવા જેવી સમસ્યાઓ સર્જાય છે. પાણીથી માનવશરીરના અધિક્રાંશ શરીરનું નિમાર્ણય થાય છે. તેથી ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ આખા દિવસમાં પીવું જરુરી છે.
વધુ પડતી ચરબી:- શરીરને તંદુરસી રાખવા પોષક તત્વો મળવા જરુરી છે. પણ વર્તમાન સમયમા ચીઝ, બટર અને વધુ પડતા તળેલા ખોરાકના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે. આપણે આપણા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, વ્યાયામ કરવું અને સકારાત્મક અભિગમ કેળવવો જરુરી છે.