શું તમે પણ 25 થી 30 વર્ષની ઉંમરે તમારા દેખાવને વધુ સુંદર બનાવવા માંગો છો? જો હા, તો તમે આ 5 લિપસ્ટિક શેડ્સનો ઉપયોગ કરીને તમે તમારી વાસ્તવિક ઉંમર કરતાં વધુ યુવાન દેખાઈ શકો છો. દરેક મહિલાએ તેની મેકઅપ કિટમાં આ લિપસ્ટિક શેડ્સ રાખવા જોઈએ. તેમજ આ શેડ્સ તમારા હોઠને માત્ર સુંદર જ નહીં બનાવે, તમને યુવાન પણ બનાવશે.
યોગ્ય લિપસ્ટિક તમારા હોઠને માત્ર સુંદર જ નહીં બનાવે પણ આખા ચહેરાને વધુ સારો દેખાવ આપે છે. આવા સમયમાં તમારે બેસ્ટ લિપસ્ટિક શેડ્સ પસંદ કરવાનું ખૂબ જ જરૂરી બની જાય છે. આ જ કારણ છે કે તમારે તમારી ત્વચાના રંગ અને ઉંમર પ્રમાણે યોગ્ય શેડ પસંદ કરવો જોઈએ. જેનાથી તમારો લુક અનેક ગણો સારો બની શકે અને તમારી ઉંમર ઓછી દેખાય. તો ચાલો જાણીએ આ 5 લિપસ્ટિક શેડ્સ વિશે.
ન્યૂડ શેડ
ન્યુડ શેડ દરેક પ્રસંગ અને તહેવાર માટે બેસ્ટ છે. આ તમારા હોઠને નેચરલ લુક આપે છે અને તમારા ચહેરાને વધુ સુંદર બનાવે છે. આ રંગ ઘણીવાર ઓફિસ, કોલેજ અથવા કેઝ્યુઅલ આઉટિંગમાં વાપરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે તમારી સ્કિન ટોન પ્રમાણે ન્યૂડ શેડ પસંદ કરો છો તો તમે તમારી ઉંમર કરતા 5 વર્ષ નાના દેખાઈ શકો છો. જેનાથી તમારો લૂક પણ સારો દેખાય આવે છે.
પીચ રંગ
પીચ રંગની લિપસ્ટિક શેડ જે દરેક મહિલાના સ્કીન ટોન પર સુંદર લાગે છે. આ એક રોમેન્ટિક રંગ છે જે તમારા ચહેરાને તાજગી આપે છે. સાથોસાથ ચહેરાને અલગ જ નિખાર આપે છે.
કોપર બ્રાઉન
કોપર બ્રાઉન લિપસ્ટિક એ એક શેડ છે જે તમામ ઉંમરની મહિલાઓ પર સુંદર જ લાગે છે. આ રંગ ન તો ખૂબ ઘાટો છે અને ન તો ખૂબ આછો. જેના કારણે તમે તેને ઘણા પ્રસંગોમાં તમારા હોઠ પર ઉપયોગ કરી શકો છો. તેમજ આ શેડ તમારા લુકને ક્લાસી અને સ્ટાઇલિશ ટચ આપે છે.
રોઝ પિન્ક
આ લિપસ્ટિક શેડ દરેક મહિલાના ચહેરા પર સારો લાગે છે. જો તમે પણ તમારી ઉંમર કરતા નાના દેખાવા માંગતા હોવ તો આ લિપસ્ટિક શેડનો ઉપયોગ કરી શકો છો. તેમજ તમારી મેકઅપ કિટમાં પણ આ લિપસ્ટિક શેડ હોવો જોઈએ.
ડીપ રેડ
ડીપ રેડ લિપસ્ટિકનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધતો જાય છે. સાથોસાથ દરેક મહિલાની મેકઅપ બેગમાં આ લિપસ્ટિક હોવી જરૂરી છે. આ રંગ તમારા હોઠને માત્ર સુંદર જ નથી બનાવતો, પણ તમારા દેખાવને બોલ્ડ અને આકર્ષક બનાવીને ઉંમર પણ ઘટાડે છે.
આ જરૂરી બાબતોને ધ્યાનમાં રાખો
નેચરલ લિપસ્ટિક શેડ્સ પસંદ કરવાનું રાખો. બ્રાઇટ અને બોલ્ડ લિપસ્ટિક શેડ્સ તમને તમારી ઉંમર કરતાં વધુ વૃદ્ધ દેખાડી શકે છે. તેથી જ તેના બદલે ન્યુડ શેડ, રોઝ પિન્ક અથવા કોપર બ્રાઉન જેવા નેચરલ શેડ્સ પસંદ કરો જે તમારા હોઠને હાઇડ્રેટેડ રાખશે અને તમને જુવાન દેખાડશે.
જો તમે તમારી ઉંમર કરતાં મોટા દેખાવા નથી માંગતા, તો મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરવાનું બંધ કરો. કારણ કે તે તમારા હોઠને શુષ્ક અને સપાટ બનાવી શકે છે. તેના બદલે, ક્રીમી અથવા સાટિન ફિનિશવાળી લિપસ્ટિક પસંદ કરો જે તમારા હોઠને ચમકદાર બનાવશે. જેના લીધે તમે યુવાન દેખાશો.
તમારા હોઠને નિયમિતપણે એક્સફોલિએટ કરો. એક્સ્ફોલિએટિંગ તમારા હોઠની ડેડ ત્વચાને દૂર કરશે અને તેને સોફ્ટ અને ચમકદાર બનાવશે. જો તમે ઇચ્છો તો તમે તમારા હોઠને જુવાન બનાવવા માટે એક્સ્ફોલિયેટર ખરીદી શકો છો અથવા તમે ટૂથબ્રશની મદદથી તેને હળવા હાથે સ્ક્રબ કરી શકો છો. સાથોસાથ હોઠને નિયમિતપણે મોઇશ્ચરાઇઝ કરવું પણ જરૂરી છે. જેથી કરીને તે સૂકા અને તિરાડ ન બને. આ માટે તમે લિપસ્ટિક લગાવતા પહેલા હોઠ પર લિપ બામ અથવા દેશી ઘી પણ લગાવી શકો છો.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.