આપણે ઘણીવાર ખૂબ જ ઉપયોગી ઔષધિઓને નજર અંદાજ કરીએ છીએ. જેમાંથી કેટલીક ઔષધિઓ એવી છે કે જે આપણી નજર સામે ઘરઆંગણે હોય છે છતાં પણ આપણે તેનો જોઈએ તેવો ઉપયોગ નથી કરતા કે જે તમારી ઘણી તકલીફોને ફટાફટ દૂર કરી શકશે અને સરળ પણ છે.

આ પાન નો પ્રયોગ કરી તમે ઔષધિય ગુણો અને રોગ સામે રક્ષણ મેળવી શકો છો :

કાળા મરી:

કાળા મરી

10 કાળા મરી બે મુઠી દાડમના પાન સાથે વાટી દરરોજ પીવાથી હરસની તકલીફમા રાહત મળશે.

બીલિપત્ર:

બીલીપત્ર

બીલિપત્ર ને સુકાવી અડધી ચમચી ત્રિફળાના ચૂર્ણ ને રાત્રે હૂંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજામા ખૂબજ રાહત આપે છે.

ફૂદિનાંના પાન:

ફુદીનાનાપાન

ફૂદિનાંના પાનના રસમા મધ મેળવી ને પીવાથી ઊલ્ટી બંધ થઈ જાશે .

પીપળાંના પાન:

પીપળો

 

પીપળાંના પાનને દૂધમા ઊકાળી સવાર-સાંજ પીવાથી ગોનોરીયાંમા લાભ થાયછે.

તુલસીનાં પાન:

તુલશી

12-14 તુલસીનાં પાન, ડાળખા અને માંજર સાથે દોઢ કપ પાણીમાં અડધો કલાક પલાળ્યા બાદ, પાણી ઉકળીને એક કપ બાકી રહે, ત્યારબાદ નવશેકું ઠંડુ થયે તેમાં મધ અથવા થોડો દેશી ગોળ ભેળવી પીવાથી ગળાનો સોજો, ગળામાં દુખાવો, ખાંસી-શરદી, વાયરલ કે મેલેરિયા તાવમાં એન્ટીઇન્ફલેમેટરી દવાની માફક જ ગળાનો દુખાવો-સોજો મટાડવામાં મદદ કરે છે.

અરડૂસી:

અરડૂસી

અરડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અરડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.