મહિલાઓ હમેશાથી તેમની ઉમ્રને રાઝ રાખવા માંગતી હોય છે.તો સુંદર અને આકર્ષક દેખાવ દરેકની ઇચ્છા હોય છે .વર્તમાન સમયમાં સુંદરતા અને સાજ શણગાર માત્ર મહિલાઓ માટેજ સિમિત નથી રહ્યા આ હરોળમાં પુરુષો પણ પાછળ નથી રહેતા જો તમે પણ હમેશા યુવાન દેખાવા માગતા હોય તો રોજિંદા આદતોમાં ફેરફારો કરવાથી ત્વચા અને શરીર બંને તંદુરસ્ત અને યુવાન રાખી શકાય છે. હાસ્ય પણ એક થેરપી છે જે તમને યુવાન બનાવી રાખવા માટે મદદરૂપ બને છે
વેઈટ લિફ્ટિંગ :
શરીરની અડધો અડધ બીમારીઓ કસરત કરવાથી દૂર ભાગે છે , તો નિયમિત કસરત કરવાથી ત્વચા પણ નિખરે છે.એમાં જો તમે વેઇટ લિફ્ટિંગ એટ્લે કસરતમાં વજન ઉપાડાય તેવા વ્યાયામ કરો તો તે તમને યંગ બનાવી રાખવામા મદદરૂપ થશે એવું પણ નથી કે શરૂઆતી સમયમાં ભારે ભરખમ વજનનો બોજો ઉપાડી રનિંગ કરો પણ સામાન્ય એવી લિફ્ટિંગ કસરતો જેમ કે ડમ્બ્લસથી શરૂઆત કરી શકો છો અને બની શકે તો ધીમે પૂરા શરીરના પૂરા ભાગના મસલ્સ પર એક્ષરસાઇઝ થાય તેની કાળજી લેવી.
ખોરાકમાં પ્રોટીન ઉમેરો :
શરીરમાં આપળે જેટલા ઓછા પ્રોટીન લઈએ તેટલીજ વધુ બીમારીઓ અને હેલ્થ હેઝાર્ડ થાય છે.કારણકે શરીરને સતત પ્રોટીનની જરૂર રહે છે .50 વર્ષની ઉમ્ર બાદ શરીરને કિલોગ્રામ દીઠ 0.8 ગ્રામ પ્રોટીનની આવશ્યકતા હોય છે . જ્યારે સ્વસ્થ્ય અને શરીર સ્વસ્થ હશે તો તમે હમેશા યંગ દેખાશો.
હેલ્થી ખોરાક :
શરીરને યંગ અને હેલ્થી બનાવી રાખવા માટે હેલ્થી ખોરાક ખુબજ મહત્વનો ભાગ ભજવે છે માટે માત્ર ડિનરમાજ હેલ્થી જમવાને બદલે ત્રણેય ટાઈમ સરખું અને હેલ્ધી જેમ ઘણી લોકોની માન્યતા હોય છે કે હેલ્થી ફૂડ ટેસ્ટી નથી હોતું તમે પેપર સોલ્ટ અને વિવિધ પ્રકારના ચાટ મસાલાના ઉપયોગથી કોઈ પણ સલાડને ચટાકેદાર બનાવી શકો છો .
તંદુરસ્ત અને બીમારીમુક્ત શરીર તમને હેલ્ધી રાખવાની સાથે નવતર પ્રયોગો અને ઉર્જાત્મક વસ્તુઓ કરવા માટે પણ પ્રેરીત કરે છે આ ઉપરાંત લાફ્ટર થેરાપી , સમયાંતરે યોગ પ્રાણાયામ પણ ત્વચાને યંગ અને ગ્લોઇંગ બનાવી રાખે છે .