હિન્દી ફિલ્મોમાં ઘણા સમયથી પોતાના અભિનયથી લોકોના દિલમાં એક આગવી ઓળખ ઉભી કરેલી અભિનેત્રી કૃતિ સેનનને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેની ફિલ્મો વિશે વાત કરીયે તો હિરોપંતીથી પોતાના કરિયરની શરૂઆત કાર્ય બાદ કૃતિએ પાછું વળીને જોયું નથી. તેના પછી દિલવાલે, પાણીપત, બરેલીની બર્ફી, લુક્કા છુપી જેવી ઘણી બધી હિટ ફિલ્મો આપી છે.
કૃતિની સફળતા વિશે વાત કરીયે તો તેમાં તેની મહેનત તો છે, પણ આપણે આજે તેની રાશિથી પડતા પ્રભાવ વિશે ચર્ચા કરીયે. કૃતિની રાશિ સિંહ છે. સિંહ રાશિના લોકો મહત્વકાંક્ષી, નાટક અથવા સિનેમા પ્રેમી, ઉદાર, વફાદાર, સ્વાર્થી અને આત્મવિશ્વાસી હોય છે. આવા બધા ગુણો કૃતિમાં પણ જોવા મળે છે.
ધનુ રાશિ
સિંહ રાશિ અને ધનુ રાશિની વચ્ચે સારી એવી સંગત જોવા મળે છે. તેનું મહત્વનું કારણ છે કે બંને અગ્નિ રાશિનો એક ભાગ છે. આ રાશિના લોકો ભાવુક અને ઉગ્ર બંને હોય છે. તે હંમેશા નવું કરવાના પ્રયત્નોમાં હોય છે. કૃતિમાં પણ આપણે નવા અથવા અઘરા રોલ કરતી જોવા મળે છે. તેથી ધનુ રાશિનો પ્રભાવ કૃતિમાં જોવા મળે છે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો પાર્ટીમાં રોનક લાવવા વારા હોય છે. જે જોખમ લેવા વારા, સાહસિક અને જીવની ચુનોતીઓનો સામનો કરવા વારા હોય છે. તેથી આ રાશિના લોકો ઉગ્ર અને ઉત્સાહી જોવા મળે છે. આ રાશિના લોકો સાથે કૃતિના સારા એવા બોન્ડિંગ જોવા મળે છે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો હંમેશા નવા લોકોને મળવાનું પસંદ કરતા હોય છે. આ લક્ષણ સિંહ રાશિના લોકોને તેમની તરફ ખેંચે છે. તેથી જ સિંહ અને તુલા રાશિના લોકો વચ્ચે હંમેશા ગાઢ સંબંધ જોવા મળે છે. આ કારણેજ રાજ કુમાર રાવ અને કૃતિ સનોન વચ્ચે ગાઢ દોસ્તી હોય શકે.
કુંભ રાશિ
કુંભ રાશિ વારા લોકોને જ્ઞાન પ્રાપ્ત કરવું વધુ પસંદ હોય છે. જે નવા લોકો સાથે મળવાનું પસંદ કરે છે. કુંભ રાશિ વારા ઉદાર જીવન હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો વાત કરીયે તો કુંભ રાશિ અને સિંહ રાશિ વચ્ચેના અમુક સબંધો લાંબા સમય સુધી ટકતા નથી. તેમાં કોઈ રુકાવટ આવી જાય છે. તેનું ઉદાહર કૃતિની જિંદગીમાં સુશાંત સાથેની મજબૂત દોસ્તી પૂરું પાડે છે.