તહેવારો શ‚ થવાની હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને અનેક કંપનીઓ જાતજાતની ઓફરોની જાહેરાત કરતી હોય છે. પરંતુ અહીં ચાર મોટી સરકારી બેંકોએ હોમ લોન અને કાર લોન સસ્તી કરીને ગ્રાહકોને ખૂબ મોટી રાહત આપી છે. જેમાં વિજયા બેંક, ઇન્ડિયન બેંક, પંજાબ એન્ડ સિંઘ બેંક, આઇ.ડી.બી.આઇ. બેંકનો સમાવેશ થાય છે.
આ ચાર બેંકોએ વ્યાજના દરમાં ૦.૪૫% સુધીનો ઘટાડો કર્યો છે. જેથી હોમ લોન અને કાર લોનની EMIથોડી ઓછી થઇ જશે. વિજયા બેંકે એક વર્ષ માટે પોતાના લોન દરમાં ૦.૧૫% ઘટાડો કરીને ૮.૫૦% કર્યો છે. ઇન્ડિયન બેંકે પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ લેન્ડિંગમાં ૦.૧૫%નો ઘટાડો કર્યો છે. પંજાબ એન્ડ સિંઘ બેંકે ઓવર નાઇટ લોન માટેના દરમાં ૦.૪૫% ઘટાડો કરીને તેને ૮.૧૫ કરી દીધો છે. જે હાલમાં ૮.૬૦% કરીને તેને એક મહિનાની લોન પર એમ.સી.એલ.આર ૦.૪૦% ઘટાડીને ૮.૨૦% કરી દીધી છે. આઇ.ડી.બી. બેંકે સમય મર્યાદાની લોન પર ૦.૦૫% થી ૦.૧૦% સુધીનો ઘટાડો કર્યો છે. જેથી દરેક લોકો આ ચાર બેંકો દ્વારા હોમ લોન અને કાર લોનનો સારો એવો લાભ મેળવી શકશે.