બદલતી લાઇફસ્ટાઇલ અને ખોરાકને કારણે કેન્સર જેવી ગંભીર સમસ્યા વધી રહી છે. આજે દરેકના ઘરોમાં એકને તો કેન્સર હોય જ છે. વળી આ બિમારી પણ એવી છે જે શરૂઆતના સમયમાં ખ્યાલ આવતો નહી અને જયારે કેન્સર હોવાની જાણ થાય ત્યાં મોડુ થઇ જતું હોય છે. કેન્સરના તો ઘણાં પ્રકારો છે. પણ અમુક પ્રકારના ખોરાકો એનલ કેન્સરને નોંતરે છે. શરીરના ગુપ્તાંગમાં તથા કોલેસ્ટ્રોલ, એનલ કેન્સરમાં કઇ પ્રકારની સારવાર કરવી તે પણ અઘરી ટ્રીટમેન્ટ છે. એનલ કેન્સરની વાત કરીએ તો તે શરિરનો ગુદામાર્ગ છે. જયાંથી મળ નિકળે છે.
પરંતુ કેન્સરની જાણ પહેલા સ્ટેજમાં થાય તો જ દર્દીને બચાવી શકાય છે. એનલ કેન્સરના ૮૦ ટકા કેસમાં ૬૦ વર્ષથી વધુની ઉમરના દર્દીઓ હોય છે. તો ૩૫ વર્ષીય પુરૂષોમાં એનલ કેન્સરની શકયતાઓ વધુ હોય છે. તો મહિલાઓમાં ૫૦ વર્ષની ઉમ્ર બાદ આ કેન્સર જોવા મળતો હોય છે.
સામાન્ય રીતે લોકો દેખાદેખી, સ્વાદ અને લાઇફસ્ટાઇલને કારણે બહારનું જમતા હોય છે અને જંક ફુડ તેમજ વધુ માત્રામાં તીખુ ખાતા હોય છે. ગરમ લોહી ધરાવતા યુવાનો તીખુ ખાવાની સ્પર્ધા દેખાદેખી કરતા હોય છે. એનલ કેન્સરનું મુખ્ય કારણ જ બહારની વસ્તુઓ છે જેને આપણે જંકફુડ કહીએ છીએ.