તમારી સાથે એવું ક્યારેય બન્યું છે કે તમે જે જગ્યાએ છો. ત્યાં એકલા નહીં પરંતુ તમારી સાથે બીજા કોઇ હોય? અથવા તો શાંત‚મમાં અચાનક કોઇનો અવાજ સંભળાય? આવું તમારી સાથે ક્યારેક તો બન્યું જ હશે. એક-બે વાર આવા અનુભવ થયા હોવાથી તેમણે ભુલાવી દઇએ છીએ.
માનવી હંમેશા પર લૌકિક શક્તિ અને તેના અસ્તિત્વને નજર અંદાજ કરે છે પરંતુ ધાર્મિક પુસ્તકોમાં મૃત્યુ બાદ આત્માનો ઉલ્લેખ કરાયો છે. આત્માઓ સારી અને ખરાબ એમ બે પ્રકારની હોય છે. આ પાંચ સંકેતોએ સુચવે છે કે તમારી પાસે કોઇ આત્મા રહેલી છે કે નહી?
૧- આંકડાની માયાજાળ :
જો તમે તમારી આસપાસ વિશિષ્ટ આંકની જોડી જુઓ ત્યારે જો વારંવાર એક જ ખાસ જોડી દેખાય તેનો મતલબએ થાય છે કે તમારી સાથે નિરંતર કોઇ રહે છે જે તમને કોઇ સંકેત પહોંચાડવા માંગે છે.
૨- જાનવરનો વિચિત્ર વ્યવહાર :
જાનવરો પર લૌલીક શક્તિને માણસો કરતા વધુ સારી રીતે ઓળખી શકે છે. તમારી પાસે ઉભેલુ જાનવર કોઇ અજીબ હરકતો કરતું હોય અથવા તો તમારી પાસે આવતા ડરતું હોય તો સમજવું કે તમારી આસપાસ કોઇ આત્મા છે.
૩- તાપમાન અચાનક વધવું :
હવામાન ખુબ જ સારુ હોય અથવા તમારા ‚મનું તાપમાન એક દમ બરાબર હોય અચાનક તમને ગરમી કે ઠંડી મહેસુસ થવા લાગે. ત્યા કે તાપમાનનું અચાનક વધવું કે ઘટવુંએ આપણી પાસે બીજી કોઇ શક્તિ હોવાનું દર્શાવે છે.
૪- સુંગધ આવવી :
મોટેભાગની જગ્યાએ જો તમને એક જ પ્રકારની ગંધ આવતી હોય તો સમજવું કે તમારી સાથે દરેક પળે કોઇ સાથે રહે છે.
૫- ખુશ્બુ :
જો આ સુંગધ તમારી જ હોય તો સમજવું કે કોઇ આત્મા તમારી સાથે તમારા ભલા માટે છે અને તે આત્મા પણ પવિત્ર પરંતુ જો દુર્ગધ આવતી હોય તો કોઇ આત્મા તમને નુકશાન પહોંચાડી શકે છે.