ગુજરાત જે સંસ્કૃતિ સાહિત્ય અને વાનગીઓથી દેશ વિદેશમાં નામનાં ધરાવતો એક અદ્ભુત ભારત દેશનું રાજ્ય છે. આ રાજ્ય વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓનું પૂરું મિશ્રણ છે, જે વાસ્તવિક ભારતની પરંપરાઓનું પ્રદર્શન કરે છે. કિલ્લાઓ, સ્ટેપવેલ્સ, હવેલીઓના રૂપમાં હેરિટેજ ટૂરિઝમથી લઈને ઇકો ટુરિઝમ સ્થળો જેવા કે ધોધ, રણ, જંગલો જે દરેક પર્યટકને આકર્ષણરૂપે ગત વર્ષ ખેચી લાવે છે. ભૌગોલિક, સાંસ્કૃતિક અથવા ઐતિહાસિક માપદંડોને આધારે ગુજરાતને જુદા જુદા પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું છે. પરંપરા અને આધુનિકનું અભિગમનું સુંદર મિશ્રણ, રજાના મોસમમાં ગુજરાત એક ખૂબ પ્રસિદ્ધ ફરવા લાયક સ્થળ છે.
ગુજરાતની મંત્ર મુગ્ધ કરતી વિશેષતાઓ વિશે થોડું :-
- પ્રથમ રાજ્ય જેમાં આયુર્વેદિક યુનિવર્સિટી શરૂ કરવામાં આવી હતી તે ગુજરાત.
- ગુજરાતમાં દેશનો સૌથી મોટો દરિયા કિનારો આવેલો છે જે આશરે ૧૬૦૦km નો છે.
- ગુજરાતમાં વિશ્વ ભરનું સૌથી મોટું “મીઠાનું રણ” આવેલું છે જેને દેશ- વિદેશમાં ગ્રેટ રણ ઓફ કચ્છ તરીકે જાણીતું છે.
- કચ્છ મ્યુઝિયમ એ ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય છે, જેની સ્થાપના 1877 માં મહારાઓ ખેંગરજીએ કરી હતી, તેમાં ક્ષત્રપ શિલાલેખોનો સૌથી મોટો સંગ્રહ છે, જે ૧st સદી ADથી છે.
- ગુજરાતનું ગાંધીનગર આખા એશિયામાં હરિયાળી રાજધાની શહેર છે.
- ભારતનું સૌથી મોટું દૂધ ઉત્પાદન કરતું રાજ્યએ ગુજરાત છે.
- ગુજરાતમાં આવેલું સુરત પોતાના ઝરી હસ્તકલા તે સૌથી પ્રાચીન છે, જેનું મૂળ મુગલ કાળ સાથે જોડી શકાય એટલો જૂનો છે.
- ગુજરાત કપાસનો સૌથી મોટો ઉત્પાદક અને ભારતમાં તમાકુનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે.
- ગુજરાતમાં મરીન નેશનલ પાર્ક એ ભારતનો પ્રથમ મરીન પાર્ક છે.
- ભારતનો પ્રથમ એકસ્પ્રેસ વે તે અમદાવાદ અને વડોદરા વચ્ચે બનાવમાં આવ્યો હતો.
- સુરત, ગુજરાતનો એક જિલ્લો, વિશ્વના ડાયમંડ હાર્ટ તરીકે ઓળખાય છે કારણ કે વિશ્વના કુલ રફ ડાયમંડ કટીંગ અને પોલિશિંગમાંથી 90% અહીં કરવામાં આવે છે.
- ગુજરાતનું અલંગ જે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે તે વિશ્વનો સૌથી મોટો શિપ-બ્રેકિંગ યાર્ડ છે.
- ગુજરાતમાં પાલિતાણા એ 900 થી વધુ મંદિરો ધરાવતું વિશ્વનું એકમાત્ર સ્થળ છે.
- ગુજરાતમાં આવેલાં લોથલ ઢોલાવીરા અને ધોરો શહેરો સાથે સિંધુ ખીણ સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું. લોથલમાં સૌ પ્રથમ ભારતનો બંદર સ્થાપિત થયો.
- ગુજરાતમાં આવેલું અમદાવાદ તે વિશ્વ ભરમાં ડેનિમના ઉત્પાદક તરીકે ત્રીજા ક્રમે આવતું સ્થાન છે.
- મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ અને આઝાદીની લડત લડનારા ઘણા લોકોની જન્મભૂમિ હોવાથી ગુજરાતને ‘દંતકથાઓની ભૂમિ’ તરીકે ઓળખવામાં આવે છે.
- જામનગરની ઓઇલ રિફાઇનરી વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે. તે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા સંચાલિત છે, જે ધીરુભાઇ અંબાણી દ્વારા સ્થાપિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની જૂથ કંપનીઓમાંની એક છે.