પ્રાણાયામ કરવાથી શરીરમાં રહેલા અનેક રોગોને દૂર કરવા ઉપયોગી બને છે. યોગ ગુરુ સુરક્ષિત ગોસ્વામીના કહેવા મુજબ ચંદ્રભેદી પ્રાણાયામ કરવાથી પિત્તના રોગમાં આરામ મળે છે. તેમજ પેટની ગરમી, ખાટા ઓડકારો, અને મોઢામાં પડતાં ચાંદાને દૂર કરી શકાય છેે અને આ પ્રાણાયામ કરવાથી મન શાંત થાય છે.
આ પ્રાણાયામ કરવાની રીત :
સીધા બેસીને આંખો બંધ કરી લેવી. ત્યારબાદ હાથ સીધા જમણી બાજુની નાસિકાને અંગુઠા વડે બંધ કરી ડાબી બાજુથી ધીરે ધીરે શ્ર્વાસ બહાર નીકાળો પછી ડાબી નાસિકાથી ધીમે ધીમે શ્વાશ અંદર ભરવો થોડાક સમય સુધી શ્વાશ અંદર રોકી રાખો. અને અવાજ કર્યા વગર જમણી નાર્સિકામાંથી શ્વાશ બહાર છોડવો આ જ રીતે ૧૫-૨૦ વખતઆનો અભ્યાસ કરો ત્યારબાદ હાથ નીચે લાવીને થોડીવાર માટે શાંતિથી આંખો બંધ કરીને બેસો.