દર મહિને દર્દે અને કમજોરીથી જુજતી હોય છે મહિલાઓ જેમાં પીરીયડ્સને સંબંધિત કેટલીક એવી બાબતો હોય છે. જે સામાન્ય ગણીને યુવતીઓ નજર અંદાજ કરતી હોય છે અને ઘણી વખત તેની સાથે જોડાયેલી પરેશાનીઓને છૂપાવતી હોય છે જે પરેશાની એક ગંભીર બિમારીનું સ્વ‚પ બની જાય છે જેની તેઓને જાણ હોતી નથી.
આ થઇ શકે છે બિમારી :
મેનેરેજીયા :
– ડોક્ટરના કહેવા મુજબ મેનેરેજિયા એક એવી બિમારી છે જેની જાણ યુવતીઓને પણ ખબર હોતી નથી. જેમાં પિરીયડ્સ દરમિયાન લોહીને વધારે પડતો ફ્લો ને કારણે આ બિમારી ઉદ્ભવે છે. તેમજ આ બિમારી થવાના બીજા ઘણા કારણો પણ જવાબદાર છે.
આ પ્રમાણે છે.
- – પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ
- – હોર્મોન્સનું અસંતુલન
- – જાડાપણુ
- – થોયરાઇડની સમસ્યા
- – ગર્ભાશયમાં ગાંઠ થવી
૨- સર્વાઇકલ કેન્સર :
આ બિમારી મોટભાગની મહિલાઓને પિરિયડ્સ બંધ થયા બાદ થાય છે તેમજ હોર્મોનલ દવાઓ અને ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરવાથી આ બિમારીનો ખતરો વધી જાય છે.
– તેમજ પરિયડ્સ દરમિયાન વધારે પડતુ બ્લીડિંગ થાય છે અને ઘણી વખત લોહીનો ક્લોટ કરનાર પ્રોટીન સ્તર ઓછુ થવાથી પણ આ બિમારી થવાની શક્યતા વધે જાય છે. એવામાં મહિલાઓને સાત દિવસથી વધારે બ્લીડિંગની થવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.
ઇલાજ
મેનેરેજિયાનો ઇલાજ ઉંમર અને બિમારીની ગંભીરતા પર નિર્ભર હોય છે તે માટે દવા તથા સર્જરી પણ કરાવી શકો છો.