મહામારીના સતત કેસ વધતા દિલ્હી, મુંબઇ, પૂના અને અમદાવાદ સહિતના ૧૫ સ્થળો હાઇએલર્ટ ઉપર
૩૦૦ જિલ્લાઓ કોરોના ફ્રી ૩૦૦માં ખૂબ જ જુજ કેસ
કોરોના વાયરસની મહામારીએ અનેક લોકોનો ભોગ લીધો છે. દેશમાં કોરોનાથી સંક્રમીત થયા હોય તેવા દર્દીઓનો આંકડો ૩૦ હજારને પાર થઈ ચૂકયો છે. સતત વધી રહેલા કેસને રોકવા માટે સરકારે લીધેલા પગલા કેટલાક અંશે કારગત છે. પરંતુ ઓગષ્ટ મહિના પહેલા કોરોનાને નાથવો મુશ્કેલ બનશે તેવું પણ આંકડા પરથી ફલીત થઈ રહ્યું છે. વર્તમાન સમયે કોરોનાનો ચેપ લાગ્યા બાદ સાજા થયા હોય તેવા દર્દીઓની ટકાવારી એટલે કે રિકવરી રેટ ૨૩ ટકાથી વધી ચૂકયો હોવાની વાત દેશ માટે સારા સમાચાર છે. દિલ્હી, મુંબઈ, પુના અને અમદાવાદ સહિતના ૧૫ સ્થળોને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. દેશના ૩૦૦ જિલ્લાઓ કોરોના ફ્રી છે જ્યારે અન્ય ૩૦૦ જિલ્લાઓમાં કોરોના વાયરસના જુજ કેસો જોવા મળી રહ્યાં છે. એકંદરે એમ કહી શકાય કે કોરોનાના કેસ મોટા શહેરોમાં વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે.
વર્તમાન સમયે દેશમાં કોરોના વાયરસના કેસ ૩૦ હજારનો આંકડો પાર કરી ચૂકયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોનામાં રિકવરી થઈ હોય તેવા કેસ ૭૦૨૭થી વધુ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૬૦૦ જેટલા કેસ નોંધાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અલબત કેસ સતત વધવાની સાથે રિકવરીની ટકાવારી પણ વધવા પામી છે. વર્તમાન સમયે દર ૧૦૦ દર્દીઓમાંથી ૨૩થી વધુ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફરી રહ્યાં છે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં રિકવરી રેટ ઘણો વધુ છે. જો કે, ભારતમાં અન્ય દેશોની સરખામણીએ પડકારો પણ વધુ હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મુદ્દે ખુબજ સાવચેતી રાખવામાં આવી રહી છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશના ૧૭ જિલ્લામાં છેલ્લા ૨૮ દિવસ દરમિયાન એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. દેશમાં કુલ ૩૦૦ જિલ્લા એવા છે કે જ્યાં વર્તમાન સમયે કોરોનાના કેસ નથી. ઉપરાંત બીજા ૩૦૦ જિલ્લા એવા છે જ્યાં જુજ કેસ જોવા મળ્યા છે. દેશમાં કોરોનાના પરિક્ષણ માટે મે મહિનાના અંત સુધીમાં આરટી-પીસીઆર ટેસ્ટીંગ કીટ વિકસાવી દેવાશે જેનાથી અન્ય દેશો પર નિર્ભર રહેવું પડશે નહીં. પરિણામે આગામી સમયમાં દરરોજના ૧ લાખથી વધુ પરિક્ષણ કરી શકાશે. વર્તમાન સમયે ચીનની કીટ પર ભારત નિર્ભર છે અને અનેક કીટમાં ખામી નીકળી હોવાનું પણ સામે આવ્યું છે. આવા સંજોગોમાં વધી રહેલા કેસ ભારત માટે ચિંતાનો વિષય બની ગયા છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ ૧૦૦૦થી વધુ લોકોના મોત નિપજી ચૂકયા છે. ૨૪ કલાકમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. કર્ણાટક અને જમ્મુ-કાશ્મીરમાં કેસનો ઉછાળો નોંધનીય નથી. પરંતુ લાંબા સમયના લોકડાઉન બાદ જો કેસ નોંધાશે તો અનેક સંક્રમણના કેસ સામે આવશે તેવું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં ૬૯ લોકોના મોત કોરોનાથી થયા છે. જે પૈકીના ૫૯ મોત તો એકલા અમદાવાદમાં થયા હોવાનું જાણવા મળે છે. સરકારે દિલ્હી, મુંબઈ, પુના અને અમદાવાદ સહિતના સ્થળોને હાઈએલર્ટ પર મુકી દીધા છે. તેલંગણાના હૈદરાબાદ, મહારાષ્ટ્રના મુંબઈ-પુના, રાજસ્થાનના જયપુર અને મધ્યપ્રદેશના ઈન્દોર, ગુજરાતના અમદાવાદમાં કોરોનાના કેસનું પ્રમાણ વધ્યું છે. વડોદરા, કરનુલ, ભોપાલ, જોધપુર, આગ્રા, થાણે, ચેન્નઈ અને સુરતમાં પણ કોરોનાનો કાળો કહેર જોવા મળે છે. નોંધનીય છે કે, ચીનમાંથી ફાટી નીકળેલા કોરોના વાયરસના કારણે ભારતમાં મોતની સંખ્યા વધી રહી છે. જો કે, ભારત સરકાર દ્વારા અમેરિકા, ઈટાલી અને સ્પેન જેવા દેશો કરતા આગમચેતીના પગલા લેવાયા હતા. જેના પરિણામે જુજ સંશાધનો વચ્ચે પણ ભારતમાં કોરોનાને કાબુમાં લેવામાં બહોળી સફળતા મળી રહી છે. જો કે, કેટલાક બેખૌફ લોકોનો આંટાફેરાના પગલા કોરોનાના સંક્રમણના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. જેને કાબુમાં લેવા ઓગષ્ટ મહિના સુધી સરકારને તલવારની ધાર પર ચાલવા જેવી સ્થિતિ ઉભી થશે.
કોરોનાની તિવ્રતા ઘટાડવા માટે મુકવામાં આવેલા લોકડાઉનને આગામી સમયમાં વધારવામાં આવે તેવી માંગ કેટલાક રાજ્યો કરી રહ્યાં છે. જો લોકડાઉન હટાવી લેવામાં આવશે તો લોકોની અવર જવર વધશે અને કોરોના વધુ ઝડપથી ફેલાશે. અલબત લોકડાઉન માત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં જ લાદવામાં આવે તેવી હિમાયત પણ થઈ છે. વિગતો મુજબ કેટલાક સ્થળો એવા છે જ્યાં કોરોનાનો ફેલાવો બેકાબુ બની ગયો છે. આ મુદ્દે તાજેતરમાં નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ મુદ્દે દેશના ૧૫ જિલ્લા એવા છે જે ખુબજ ગંભીર છે. ૧૫ માંથી ૭ જિલ્લામાં કોરોનાના વધુને વધુ કેસ બહાર આવી રહ્યાં છે. ભારતને કોરોનાની લડતમાં વિજય મળશે કે નહીં તેનો સઘરો મદાર આ ૧૫ જિલ્લાઓ પર હોવાનું માનવામાં આવે છે. આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, ભારત આરટી-પીસીઆર કીટનું ઉત્પાદન મે મહિનાના અંત સુધીમાં કરવા લાગશે. આ ઉપરાંત એન્ટી બોડી ટેસ્ટ માટે પણ ભારત મહિનાના અંત સુધીમાં આત્મનિર્ભર બની જશે. વર્તમાન સમયે બહારથી વધુ કંપનીઓ કોરોનાની વેકસીન શોધવાના પ્રયાસો કરી રહી છે. જેમાંથી ચાર કંપનીઓ એવી છે જે એડવાન્સ સ્ટેજમાં પહોંચી ચૂકી છે. જ્યારે અન્ય કંપનીઓ સામાન્ય પરિક્ષણો કરી રહી છે. એક કંપનીએ દવા માટે સરકાર પાસે મંજૂરી પણ માંગી લીધી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસની સંખ્યામાં ૧૬૦૦નો વધારો થયો છે. જો કે કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યા બાદ રિકવરીનું પ્રમાણ પણ વધવા પામ્યું હોવાનું સરકારે જાહેર કરેલા આંકડા પરથી જાણવા મળી રહ્યું છે.
- જરૂર પડે દુબઇ સહિતના યુએઇ દેશોમાંથી ભારતીયોની ઘરવાપસી માટે યુદ્ધ જહાજો સહિતનો વિમાની કાફલો સજ્જ
અખાતી દેશોમાં કોરોનાના ફેલાવાને લઇ જરૂર પડે ૪૦ લાખ ભારતીયોને તાત્કાલિક લઇ આવવા કોમર્શિયલ પ્લેન, નૌકાદળ અને યુદ્ધ વિમાનો એલર્ટ ઉપર
ચીનના વાનમાંથી શરૂ થયેલી કોરો વાયરસની ભૂતાવળ સમગ્ર વિશ્વને ભરડો લઈ ચૂકી છે અને હજુ આ મહામારી કેટલી તબાહી મચાવી છે તેનું કાંઈ નક્કી નથી ત્યારે ભારત સરકાર દ્વારા આ મહામારી સામે ચાલી રહેલી યુદ્ધના ધોરણે કામગીરી દરમિયાન દેશના ૧૨૦ કરોડ નાગરિકોની સઘન સુરક્ષા માટે કોઈ કચાસ બાકી રહી નથી સાથે સાથે ભારત સરકાર વિશ્વના અન્ય દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન લાવવા માટે પ્રતિબદ્ધ છે સેના અને સુરક્ષા દળોએ યુદ્ધ જહાજો અને પરિવહન જહાજોને શબ્દે રાખી જરૂરી મંજૂરી અને સરકારના આ દેશો મળીએ આ ખાતરના દેશોમાં કોરો સંક્રમણની પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે તૈયારી પૂર્ણ કરી હોવાનું જાણવા મળ્યું છે સુરક્ષા દળોએ આઘાતમાંથી ભારતીયોને પરત લાવવા માટે સરકારના આદેશો મળે એટલે તાત્કાલિક ઉડાન ભરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે હજુ સુધી આ અંગેના કોઈ આદેશો કે સૂચના કે નિર્દેશ સુધા મળ્યા નથી પરંતુ આદેશ મળે એટલે તુરત વિમાનો ઉડાડવાની તૈયારી કરી લીધી છે તેમ એર ઇન્ડિયાના
સૂત્રોએ જણાવ્યું હતું જો ભરત લાવનાર ભારતીય નાગરિકો ની સંખ્યા મોટી હશે તો મોટા યુદ્ધ જહાજો અને ઇન્ડિયન એરલાઇન્સ અને ઇન્ડિયન એર ફોર્સ ના વિમાનો ઉપરાંત ભારતીય નૌકાદળ ના યુદ્ધ જહાજો અને એર ઇન્ડિયાના માલ પરિવહન જહાજો ને તૈયાર રાખવામાં આવ્યા છે ભારતીય વાયુદળ અને એરઇન્ડિયા જગતમાં માલ પરિવહન અને ઝડપી સેવા માટે જાણીતી છે. ભારતીય નૌકાદળની જલસવા૧૬૯૦૦ ટુનની વહન ક્ષમતા ધરાવતા દેશની સૌથી મોટી યુદ્ધ જહાજ માનવામાં આવે છે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ વિક્રમાદિત્ય પછી જવાનો બીજો નંબર આવે છે તત્કાલ આપાતકાલીન પરિવહન સુવિધા એકસાથે ૮ ૦૦ થી ૧૦૦૦ વ્યક્તિઓ ના પરિવહન માટે ભારતીય વાયુદળ ૩ એન્ડ આઈ એલ ૭૬એરક્રાફ્ટ અને ભારતીય વાયુદળ દ્વારા ચાઇના ના હુ વાન અને ઇરાનના તહેરાન થી ૧૮૦ લોકોને વતન વાપસ લાવવા માટે સેવામાં મુક્યા હતાપ ભારતીય નૌકાદળની સરસવા અને અન્ય બે નાના કદના જહાજો એકસાથે પંદરસો વ્યક્તિઓની વતન વાપસીની ક્ષમતા ધરાવે છે આ એલ.પી.ડી પ્રકારના જહાજો સેના અને નાગરિક સેવા એમ બેવડા ઉપયોગ થાય તેવા પ્રકારે બનાવેલા છે અધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર કક્ષાએ આકાશમાંથી ભારતીયોને વતન લઈ આવવા નો નીતિવિષયક નિર્ણય લેવાય અને આ દેશો મળે પછી આ કામગીરી હાથ ધરવામાં આવશે અત્યારે તો આખા હાથમાંથી ભારતીયોને પરત લાવવાની શક્યતાના પગલે ભારતે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે ખાતના દેશોમાં અલગ-અલગ જગ્યાએ કુલ એસી લાખ ભારતીયો રહેશે જેમાંથી કેટલાક લોકો બંદર કાંઠે પણ પણ વસે છે જે લોકો પરિવાર સાથે આખા હાથમાં રહે છે અને જે લોકોના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે તેવા હજારો લોકો વતન આવવા ઉત્સુક બન્યા છે બંને ભારતીય નૌસેના અને ભારતીય વાયુદળ દ્વારા આખાતમાંથી ભારતીય નાગરિકોને લઈ આવવાની તૈયારી શરૂ કરી દીધી છે કાળમાં પણ ઘણીવાર વિવિધ સંજોગોમાં ભારતીય નૌસેના અને વાયુ દડ દ્વારા આખાત ના દેશોમાંથી ભારતીયોને સામૂહિક રીતે લાવવાની કામગીરી કરી છે.
- કોરોના જલ્દી પીછો નહીં છોડે!
ચીનમાંથી ફાટી નીકળેલા કોરોના વાયરસના લક્ષણોમાં ચોંકાવનારા બદલાવ આવ્યા છે. અગાઉ કરતા હવે સામે આવેલા લક્ષણો પરથી ફલીત થાય છે કે, કોરોના વાયરસ જલ્દી પીછો છોડશે નહીં. અગાઉ ચેપ લાગ્યો હોય તે વ્યક્તિ સુંઘવાની શક્તિ ગુમાવતી હતી. નવા લક્ષણમાં સ્વાદની શક્તિ પણ ગુમાવે છે. આ ઉપરાંત એકાએક તાવ આવે છે. સ્નાયુમાં દુ:ખાવો થાય છે, માથુ દુ:ખે છે, ગળુ સુકાય જાય જેવા નવા લક્ષણો સામે આવ્યા છે. આ ઉપરાંત આંખ લાલ થવી જેવા લક્ષણો પરથી કોરોના વાયરસ હવાથી ફેલાતો હોવાની દહેશત ઉદ્ભવી છે. જો આ દહેશત હકીકત બની જશે તો આગામી સમયમાં કોરોના જલ્દી કાબુમાં ન આવે તેવી ભીતિ છે. વર્તમાન સમયે કોરોનાની રસી શોધવામાં વિશ્ર્વના ટોચના સંશોધકો પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે કોરોનાના લક્ષણો બદલાતા હવે તે અગાઉ કરતા વધુ તિવ્રતાથી અસર કરે તેવી પણ શકયતા છે.
- પ્લાઝમા થેરાપી એ સાચો ઉપચાર નથી
કોરોનાને લઈ હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા તાકિદ કરવામાં આવી છે કે પ્લાઝમાં થેરાપી કોરોના વાયરસની ટ્રીટમેન્ટમાં કરવામાં આવતા રિસર્ચ માટે જ ઉપયોગી છે નહીં કે વાયરસની ટ્રીટમેન્ટ માટે. આ પ્લાઝમાં થેરાપી માત્ર ટ્રાયલ માટે જ ઉપયોગમાં લેવા સરકારે જણાવ્યું છે. મિનિસ્ટ્રીનાં સંપર્ક સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ઘણી ખરી પ્રાઈવેટ હોસ્પિટલો લોકોની રોગપ્રતિકારક શકિત વધારવા માટે પ્લાઝમાં થેરાપી આપતા હોવાનું સામે આવ્યું છે. દિલ્હી ખાતે આવેલી મેકસ સાકેત હોસ્પિટલે જણાવતા કહ્યું હતું કે, પ્લાઝમાં થેરાપી દર્દીઓનાં ઉપચાર માટે અત્યંત ઉપયોગી છે પરંતુ આ થેરાપીથી તે ૮૦ વર્ષનાં વૃદ્ધને બચાવી શકયા ન હતા. સરકાર જાહેર કરવામાં આવતાની સાથે જ દિલ્હી, રાજસ્થાન, ગુજરાત ,કર્ણાટક રાજયોએ આ ટ્રીટમેન્ટ માટેની પરવાનગી મેળવવા જણાવ્યું હતું. હાલ કોવિડ-૧૯ માટે કોઈ થેરાપી દેશમાં અપ્રુવ કરવામાં આવી નથી જેમાં પ્લાઝમાં થેરાપીનો પણ સમાવેશ થયો છે. પ્લાઝમાં થેરાપી માત્ર ટ્રાયલ માટે જ ઉપયોગમાં લેવાતી થેરાપી છે. આઈસીએમઆર દ્વારા પ્લાઝમાં થેરાપી અંગે કોઈ નકકર પ્રુફ આપવામાં ન આવે ત્યાં સુધી પ્લાઝમાં થેરાપીને માત્ર રીસર્ચ અને ટ્રાયલ માટે જ ઉપયોગમાં લેવા જણાવ્યું છે. વૈશ્ર્વિક સ્તર પર આ થેરાપી અંગે વિશ્ર્વ આખુ હાલ કામ કરી રહ્યું છે જેમાં યુ.એસ.ની એફડીએ દ્વારા પણ પ્લાઝમાં થેરાપીને એકસપેરીમેન્ટનાં સ્તર પર જ ઉપયોગ કરવા જણાવ્યું છે.
- કોરનાને નાથવા રોડ બ્લોક કરી દેવાશે
કોરોનાનાં કહેર વચ્ચે હાલ જયારે લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે લોકોને કોરોનાથી બચાવવા માટે અનેકવિધ ઉપાયો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે હાલનાં સમયમાં સરકાર સ્ટેટ બોર્ડરને સીલ કરી બેરીકેટસ લગાડવાનો પણ વિચાર કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. લોકો એક રાજયોમાંથી બીજા રાજયોમાં પ્રવેશ ન કરે તે માટે કયાંકને કયાંક આ પગલું લેવામાં આવ્યું હોય તેવું પણ માનવામાં આવે છે. અમેરિકામાં પાડોશી દેશો ન આવે તે માટે દિવાલ પણ બનાવવામાં આવી છે. તામિલનાડુ ખાતે વેરોલ જિલ્લામાં બે કોમક્રીટની દિવાલ બનાવવામાં આવી છે જે આંધ્ર બોર્ડરથી ખુબ જ નજીક છે. આ તમામ દિવાલો ૩ ફુટ પહોળી અને ૫ ફુટની ઉંચાઈ હોવાનું પણ સામે આવ્યું છે. આંધ્રપ્રદેશમાં હાલ ૧૦ હજાર લીટર દુધની સપ્લાય પણ રોકી દેવામા આવી હોવાનું સામે આવ્યું છે જેથી ખેડુતોએ અન્ય રસ્તાથી પસાર થવું પડે છે. ગોવા પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડરોને સીલ કરવા અને આંતર રાજય પરીવહનને અટકાવવા માટે વિચાર કરી રહ્યું છે. માર્ચ માસમાં કર્ણાટકે બે હાઈવેને સીલ કર્યા હતા. સરકારનું માનવું છે કે જો આ તમામ રોડ-રસ્તાઓને સીલ કરી દેવામાં આવે તો જે કોરોનાથી લોકોને પૂર્ણત: બચાવી શકાશે અને મહામારીને ફેલાવાતા અટકાવવામાં પણ મદદપ થશે.
- શું દેશની અડધોઅડધ જનતાને ૩૧ જુલાઇ સુધી ઘરમાં પૂરી રખાશે?
દેશની અડધો અડધ જનતા આગામી ૩૧ જુલાઈ સુધી ઘરમાં રહી વર્ક ફ્રોમ હોમ સરળતાથી કરી શકે તેવી તૈયારી થઈ છે. અગાઉ વર્ક ફ્રોમ હોમ માટે સરકારે આપેલી રાહતની સમય મર્યાદાને વધારવામાં આવી છે. જેના પરથી ફલીત થાય છે કે, આગામી સમયમાં ૩૧ જુલાઈ સુધી લોકડાઉન લંબાવવામાં આવી શકે છે. દેશમાં કોરોનાથી સંક્રમીત વિસ્તારોને લોકડાઉન રાખવાથી તે વિસ્તારમાં રહેતા લોકો વર્ક ફ્રોમ હોમ સરળતાથી કરી શકે તેની તૈયારી થઈ છે. આઈટી અને બીપીઓ સેકટરમાં કામ કરતા કર્મચારીઓને સરકારે વધુ રાહત આપી છે. એકંદરે સરકારે લીધેલા નિર્ણય પરથી જણાય આવે છે કે, કોરોના વાયરસ વધુ લોકોનો ભોગ લે તો લોકડાઉન વધારવામાં આવે અને લોકડાઉન દરમિયાન સરળતાથી વર્ક ફ્રોમ હોમ થઈ શકે.
- કોરોના મુદ્દે નિષ્ફળ રહેલા ચીનને લઇ અમેરિકા નારાજ
સમગ્ર વિશ્વને મહામારીના ભરડામાં લેનાર કોવિદ ૧૯ વાયરસ વૈભવ ચીનના હુનાન માં થયું હોવાનું જગત સમક્ષ સાબિત થઈ ગયું છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહામારી અંગે ચીન ની ભૂમિકા ની ઉંડાણપૂર્વકની તપાસ માટે અધીરા બન્યા હોવાનું જાણવા મળ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ મુદ્દે અમેરિકા ખૂબ જ ગંભીર અને વિશ્વ માટે જોખમી બની ગયેલી કોરોના ની આ મહામારીમાં ચીનની કેટલી અને કેવી ભૂમિકા છે તેની ઉંડાણપૂર્વકની તપાસ કરવાની હિમાયત કરી છે. સોમવારે આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જણાવ્યું હતું કે વોશિંગ્ટન બેજિંગ વિરુદ્ધ અસરકારક અને આકરા પગલા લેવાનું વિચારી રહ્યું છે બેઇજિંગ સેંકડો લાખડોલર ના નુકસાન માટે જવાબદાર છે અને તેની સામે આર્થિક પગ લાવો ભરવામાં આવશે બેજિંગ ને ઘણી રીતે જવાબદાર ગણી શકાય અમે તેની સામે ઊંડાણપૂર્વક અને ગંભીર તપાસ કરી રહ્યા છીએ અમે ચાઇના પરત્વે જરાપણ રાજી નથી અને આખી પરિસ્થિતિ સાથે પણ અમે સહમત કે ખુશ નથી કારણ કે અમે દ્રઢ પણે માનીએ છીએ કે તેને આપણે કોઈપણ સંજોગોમાં રોકવું જોઈએ જેનાથી તે આખા વિશ્વમાં ફેલાઇ ન શકે ટ્રમ્પે કોરો નો વાયરસ ટાસ્ક ફોર્સ સંબોધતા જમણેરી જૂથના પત્રકારોએ કોરોના વાયરસ અંગે અમેરિકાના આક્ષેપો અંગે સવાલ પૂછતાં ટ્રમ્પે આ અંગે સ્પષ્ટતા કરી હતી અને નુકસાનનું વળતર અંગે નો મુદ્દો પણ ચર્ચામાં લીધો હતો. અમેરિકા એ અગાઉથી જ કોરોના ની આ મહામારી માટે ચીનને જવાબદાર ફેરવી દીધું હતું હવે રાષ્ટ્રપતિ ખુલીને ચીનસામે મોરચો માંડવાનો મુડ ધરાવતા હોય તેવો નિર્દેશ આપી દીધો હતો તેમણે જણાવ્યું હતું કે આ અંગેની તપાસ ચાલુ છે અમે તમામ પાસાઓ ઊંડાણપૂર્વકનું અધ્યયન કરી રહ્યા છીએ અને તેમાં કેટલીક ભૂલો અને ખરાબ ઈરાદાઓ સામે આવ્યા છેતેમણે જણાવ્યું હતું કે જો ચીન કોઈપણ સંજોગોમાં જવાબદાર ફરશે અને વાંક માં આવશે તો તેની સામે આર્થિક પ્રતિબંધોથી લઈને વળતર સુધીનું દંડ વસૂલ કરવામાં આવશે.