આજના મોર્ડન સમયમાં આપણે મહેમાનોની સો ડાયનિંગ ટેબલ પર બેસીને જમવાનું આપણું સ્ટાન્ડર્ડ સમજીએ છીએ. ટેબલ પર બેસીને ઇંગ્લિશ સ્ટાઇલમાં લંચ, બ્રેકફાસ્ટ અને ડિનર કરવામાં આવે છે. પરંતુ પહેલાના સમયમાં જ્યારે ટેબલ ખુરશી હતા નહીં ત્યારે બધા લોકો પોતાના આખા પરિવારના લોકો સાથે બેસીને જમીન પર બેસીને જમવાનું જમતા હતાં. પરંતુ આજે ટેબલ ખુરશી પર બેસીને જમવાનું જમવાની ફેશન બની ગઇ છે. તમે કદાચ જાણતા નહીં હોઉ કે જમીન પર બેસીને જમવાનું જમવાથી ઘણા બધા ફાયદા થાય છે.
જમીન પર બેસીને જમવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે….
૧. જ્યારે જમીન પર બેસીને જમીએ છીએ ત્યારે યોગની મુદ્રામાં બેઠેલા હોઇએ છીએ. આ સ્થિતિ મગજ થતો શાંત રહે છે. પીઠના નીચેના ભાગમાં દબાણ પડે છે, જેનાથી તમારું શરીર તણાવમુક્ત થઇ જાય છે.
૨. જમીન પર બેસીને જમવાનું જમતી વખતે તમે કેટલીક વખ આગળની તરફ વળો છો. જેનાથી પાચનતંત્ર વધારે એક્ટિવ થઇ જાય છે અને જમવાનું જલ્દી પચે છે.
૩. જમીન પર પદ્માસનની મુદ્રામાં બેસીને પીઠ અને નીચેના ભાગ અને પેટ પર ખેંચાણ આવે છે. જેનાથી શરીર ફ્લેક્સિબલ બને છે અને તમે ફીટ પણ રહો છો અને શરીરમાં થતાં દુખાવાી રાહત પણ મળે છે.
૪. જમીન પર બેસવું એ પણ એક જાતની કસરત છે.
આ ફિઝિકલ એક્ટવિટીની સૌથી સારી રીત છે. તોનાથી શરીરની કસરત થતો થાય જ છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.