ગુરુત્વાકર્ષણ બળ જેના કારણે આપણે પૃથ્વીની ભુગોળ પર ચાલી શકીએ છીએ જ્યારે બ્રહ્માંડમાં આ ગુરુત્વાકર્ષણ બળ નથી ત્યાં દરેક વ્યક્તિ વસ્તુ તરતી જોવા મળી છે. પરંતુ શું તમે પૃથ્વીનાં એવા સ્થળથી પરિચિત છો જ્યાં ગુરુત્વાકર્ષણ બળ નથી…..? તો આવો જાણીએ એ અજળ સ્થળો વિશે……
આ જગ્યાને ૧૯૩૯માં શોધવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૧૯૪૦માં જાર્જ પ્રાર્થર દ્વારા જનતા માટે શોધવામાં આવ્યું હતું. અહિંયા ૧૫૦ વર્ગ ફુટના ગોળાકાર ક્ષેત્રમાં ચુંબકિય અનિયમિતતા જોવા મળતા તે જગ્યાને મિસ્ટ્રી સ્યોરથી જાણવામાં આવે છે. ૧૯૫૦માં કેટલાંક લોકો ત્યાં સર્વે કરવા આવ્યા હતા ત્યારે અચાનક તેનાં સાધનોએ કામ કરવાનું બંધ કર્યુ હતું જ્યારે આ બાબતે એ જગ્યાનું ગાઢ અધ્યયન કરવામાં આવ્યું તો જાણવા મળ્યું હતું કે ત્યાં ૩૦૦ વર્ગ ફુટનં એરીયામાં એવી ઘટના આકાર પામી રહી છે એટલે જ ત્યાં જાનવર ફરકવાનું પસંદ નથી કરતા તેમજ ત્યાંના ઘરોની દિવાલ પર પણ સીધા ચડી શકાય તેવી સ્થિતિ છે.
આ જગ્યા પર ચાલતા તમને કેટલાંક વૃક્ષ દેખાશે. જે રહસ્યમયી રીતે આ મીસ્ટ્રી એરીયા તરફ નમેલા દેખાશે. અને ત્યાં તમે પડ્યા વગર એક એંગલમાં ઉભા પણ રહી શકો છો. સાથે સાથે વાળ પણ ઉંચા થતા દર્શાય છે તેમજ ત્યાં આગળ વધતા એ સ્થળ પર બદલાનું દર્શાય છે.
આ એક એવી જગ્યા છે જ્યાં ગાડી આપોઆપ પહાડની ઉપર ચડતી જોવા મળે છે.જો તમે તમારી ગાડીને બંધ કરીને રાખો છો તો પણ તે પહાડની ઉપર ખેંચાત હોય તેમ સરકતી જોવા મળે છે.
લેહથી કારગીલ જવા સમયે ત્યાંથી 30 kmદૂર આ રસ્તો છે જેને લદ્ાખની મેગ્નેટીક હીલ પણ કહેવાય છે. જ્યાં તમે બંધ ગાડીને પણ હીલ ચડતી જોઇ શકો છો. અને તેની સ્પીડ 20 kmપ્રતિ કલાકની રહે છે આવી જ એક જગ્યા ગીરના તુલશીશ્યામ મંદિર પાસે આવેલી છે. જ્યાં ગાડીને ન્યુટ્રલમાં રાખવા છતા ગાડી પહાડ પર ચડી જાય છે. તો આ એન્ટીગ્રેવીટી ઝોનનો લ્હાવા લેવાનું ચુંકશો નહિં.