નાભી કુદરતની એક અદ્ભુત દેન છે. એક ૬૨ વર્ષના વડીલને ડાબી આંખથી ઓછું દેખાતું, ખાસ કરીને રાત્રે દૃષ્ટી નહીંવત્ હોવાથી તપાસ કરતાં એવું નીષ્કર્ષ આવ્યું કે એની આંખો બરાબર છે પણ આંખોની રક્તવાહીની સુકાઈ ગઈ હોવાથી હવે એ ડાબી આંખ વડે જીવનભર નહીં જોઈ શકે.
માના શરીરમાં જ્યારે બાળકનો ગર્ભ રહે છે ત્યારે સૌ પ્રથમ બાળકના શરીરની નાભી આકાર લે છે, કેમ કે માના શરીરમાંથી બાળકને નાભી દ્વારા પોષણ મળે છે. આથી આપણી બધી જ રક્તવાહીનીઓનું જોડાણ નાભી સાથે હોય છે. નાભી પોતે જ આપણું જીવન છે. પીચોટી નાભીની પાછળ હોય છે, જ્યાં 72000થી પણ વધુ રક્તવાહીનીઓ હોય છે. આપણા શરીરમાં રક્તવાહીનીઓની કુલ લંબાઈ પૃથ્વીના પરીઘ કરતાં બમણી છે.
નાભી પર તેલ લગાવવાથી આંખની શુષ્કતા મટે છે, તેથી દૃષ્ટીનું તેજ વધે છે. સ્વાદુપીંડ એની યોગ્ય સ્થીતી ધારણ કરે છે – ફુલી ગયો હોય તો નાનો થાય, નાનો હોય તો જરુરી કદનો થાય. પગના વાઢીયા મટે છે. ફાટેલા હોઠ મુલાયમ થાય છે. ચહેરાની અને વાળની ચમક વધે છે. ઘુંટણનો દુખાવો, સાંધાઓના દુખાવા, અશક્તી, ધ્રુજારી, શુષ્ક ત્વચા વગેરે બધી જ ફરીયાદો મટી જાય છે.