અંતે ૬૩’દિ પછી કાલથી સ્પાઇસ જેટની ફલાઇટ રાજકોટથી મુંબઇ ઉડ્ડાન ભરશે

એરપોર્ટ પર આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા: મુસાફરોએ બે કલાક વહેલા એરપોર્ટ પર આવવાનું રહેશે: મુંબઇથી આવતા મુસાફરો શંકાસ્પદ જણાશે તો આઇસોલેટ અન્યથા હોમ કવોરન્ટાઇન અન્યથા હોમ કવોરન્ટાઇન ફરજિયાત

અંતે ૬૩ દિવસ પછી રાજકોટ એરપોર્ટ પરથી ફરી વિમાનો ઉડશે આવતીકાલે તા.ર૮ ને ગુરૂવારથી સ્પાઇસ જેટ દ્વારા હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. રાજકોટથી મુંબઇની ફલાઇટ ઓપરેટ થવાની હોય તમામ નવા નિયમો સાથે એરપોર્ટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

સોશ્યલ ડીસ્ટન્સથી માંડીને તમામ પ્રકારની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે આ ફલાઇટ સવારના ૮ વાગ્યે રાજકોટ આવશે. અને ૮.૩૦ વાગ્યે મુંબઇ જવા રવાના થશે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યાત્રિકોનું સંપૂર્ણ ચેકઅપ થયા બાદ જ મુસાફર ઉડાન ભરી શકશે.

ઉપરાંત રાજકોટ એરપોર્ટ પર ખાસ આઇસોલેશન વોર્ડની પણ વ્યવસ્થા કરાઇ છે મુંબઇથી આવતા મુસાફરોને લક્ષણો જણાશે તો તાત્કાલીક આસોલેટ કરાશે અન્યથા હોમ કવોરન્ટાઇન ફરજીયાત છે. રીપોર્ટના આધારે આરોગ્ય વિભાગની ટીમ કાર્યવાહી કરશે તેમજ એરપોર્ટ પર તબીબી સ્ટાફ તૈનાત રહેશે અને યાત્રિકોનું થર્મલ સ્ક્રીનીંગથી ચેક કર્યા બાદ જ પ્રવેશ અપાશે તમામ નિયમોના પાલન માટે એરપોર્ટ સ્ટાફ સતત ખડે પગે રહેશે.

રાજકોટ એરપોર્ટ પર એન્ટ્રીથી લઇ એક્ઝિટ સુધીના નવા નિયમો

  • યાત્રિકે બે કલાક અગાઉ આવવું પડશે.
  • ખાસ કાર્પેટ પર જૂતા સેનિટાઇઝ થશે
  • આરોગ્ય સેતૂ એપની ચકાસણી, એપ નહીં હોય તો યાત્રિકે સેલ્ફ ડીકલેરેશન આપવાનું રહેશે.
  • યાત્રિક માત્ર એક જ બેગ લઇ જઇ શકશે
  • તબીબો દ્વારા મેડીકલ ચેકઅપ કરાશે, ટેમ્પરેચર વધુ હશે તો મુસાફરી રદ થશે
  • પીપીઇ કીટ પહેરેલા સી.આઇ.એસ.એફ. ના જવાનો દ્વારા ચેકીંગ, ટિકીટ અને બોડીંગ પાસ ચેક થશે.
  • યાત્રિકોનું વેબ ચેકીંગ પીએનઆર ચેક કરશે.
  • યાત્રિકોને એક સાથે નહીં મોકલાય ૧૦-૧૦ યાત્રિકો જશે
  • ત્રણની સીટમાં માત્ર બે જ યાત્રિકો બેસશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.