વિશ્ર્વમાં કેટલાક એવા પણ સ્થળો છે જયાં મનુષ્યોને રહેવા માટે વધારે ખતરનાક છે. આમાંથી કેટલાક ક્ષેત્રો એવા પણ છે જયાં લોકોને જવા માટે પ્રતિબંધ હોય છે. આજે ધરતીના કેટલાક એવા જ સ્થળો વિષશે વિગતો જાણીએ

  • ખૂની પોખર, જાપાન

257c9162365f11bdf88d3377ca6a75e1

આ જાપાનની સૌથી ફેમસ જગ્યામાંથી એક છે. આ તળાવમાં તરવાની મનાઇ છે. કારણ કે આનું તાપમાન ૧૯૪ ફેરનહાઇટમાં રહે છે. તળાવમાં લોખંડ અને મીઠાની માત્રા વધારે છે. તેથી આનું પાણી ખૂની લાલ રંગનું હોય છે. આ પાણીમાં વરાળની સપાટીથી બાષ્પીભવન થાય છે. આને જોતા એવું લાગે છે કે જાણે આ નરકનું દ્વાર હોય.

  • માઉન્ટ મેરાપી જવાળામુખી, ઇન્ડોનેશિયા

indoneshiya

માઉન્ટ મેરાપી એક સક્રિય જવાળામુખી છે, જે ઇન્ડોનેશિયાના યાગ્યકાટામાં આવેલ છે. ઇન્ડોનેશિયામાં આ સૌથી સક્રિય જવાળામુખી છે. ૧૫૪૮ થી સક્રિય છે. જયારે આમાં વિસ્ફોટ ન થાય ત્યારે પણ આમાંથી વધારે ઘુમાડાઓ નીકળે છે. આ ઘુમાડો આકાશમાં ર માઇલ ઊંચાઇ સુધી દેખાય છે. આની આજુબાજુ ૪ માઇલથી પણ નજીક ૨,૦૦,૦૦૦ લોકો રહે છે. જો આ જવાળામુખી અચાનક મોટો થાય તો લોકો પાયમાલ થઇ શકે છે.

  • મિયાક્રેઝીમા આઇલેન્ડ, જાપાન

miyakeziya japan

જાપાન સ્થિત આ આઇલેન્ડમાં ન્યુકિલચર અકસ્માતો સિવાય પણ ભૂકંપ ઘટનાઓ ખૂબ ઘટે છે. અહીના શ્યામાઓયામાં જવાળામુખી ફાટતો રહે છે આ જવાળામુખીને કારણે અહીં લોકો સ્વચ્છ શ્ર્વાસ પણ નથી લઇ શકતા, આ આઇલેન્ડમાં જીવતું રહેવા માટે લોકોને હમેશા ગેસ માસ્ક લગાવી રાખવું પડે છે, કારણ કે અહીં વાતાવરણમાં ઝેરી વાયુઓનું પ્રમાણ સામાન્ય કરતા વધુ માત્રામાં છે. આ ઉપરાંત આ દ્રીપમાં એક નહિ પણ અનેક જોખમ છે.

  • સેબલ આઇલેન્ડ, જહાજોને ખાનારો આઇલેન્ડ, કેનેડા

11262 c1516856de

કેનેડામાં હેલિફેકસ પાર્ટની પાસે આ દ્રીપ ઝાકળમાં સતત છુપાયેલ રહે છે. આને જોતા એવું લાગે છે કે હંમેશા શિકારની શોધમાં સાવધ રહે છે. આ અખાતની ગરમ લહેર લેબ્રોડોરની ઠંડી હવાને મળે છે. ઝડપી પવનો અને ઘણાં ઊંચા મોજાની વચ્ચે લગભગ આ દ્રીપ દેખાતો નથી, એટલા માટે અહીં કેટલાક જહાજો દુર્ધટનાગ્રસ્ત થાય છે. આ જમીનની રેતીનો રંગ સમુદ્રના પાણીની જેમ બદલાતો રહે છે. આને દુનિયાના સૌથી ખતરનાક સ્થળમાંથી એક માનવામાં આવે છે.

  • રોયલ પાથ, સ્પેઇન

734832175b7dbf64c2c44e6a1a360201

દુનિયાના સૌથી ખતરનાક સ્થળમાંથી એક છે સ્પેઇન નો રોયલ પાય, અલોરા નામના એક ગામની પાસે જયોર્જ એલ ચોરની બાજુમાં આવેલ છે. આ ખતરનાક રસ્તો ૩૦૦ થી ૯૦૦ ફૂટની ઊંચાઇ લંબાઇ ૧.૮ મીટર અને પહોળાઇ ૩ ફૂટ છે. સ્પેઇનના આ રોયલ પાથને પબ્લિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પર્યટકોની વચ્ચે હજુ પણ આ એક રોમાંશ બનેલ છે. અહીં દર વર્ષે કેટલાક લોકોનું પડવાથી મોત થયેલ છે.

  • રામ્રી આઇલેન્ડ, બર્મા

53

આ આઇલેન્ડ બર્મામાં આવેલ છે. આ આઇલેન્ડને ગિનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એટલા માટે જગ્યા મળી છે કે અહીંના ખતરનાક જાનવરોએ સૌથી વધારે લોકોને નુકશાન પહોચાડયું છે. આ આઇલેન્ડમાં ખારા પાણીના ઘણા બધા તળાવો આવેલ છે અને આ દ્રીપ ખતરનાક મગરોથી ભરેલ છે.

  • કીવું લેક, આફ્રિકા

aafrika

આફ્રિકાના મહાદ્રીપમાં કોંગો ઓફ ડેમોક્રેટિક રિપબ્લિક અને રવાંડાની સીમાની વચ્ચે આ લેક આવેલ છે. આ પાણીની નીચે ઊંડાઇએ મિથેન ગેસ આવેલ છે. જો આ ઝેરીલા ગેસથી બનેલા વાદળો સપાટી પર આવી જાય તો આ ક્ષેત્રમાં વસેલા ર૦ લાખ લોકોનું મૃત્યુ થાય.

  • સ્નેક આઇલેન્ડ, બ્રાઝીલ

brazzil

બ્રાઝીલના આ સાઓ પાલો ટાપુનો કિનારો છે આને ગોલ્ડન લાંસહેડ સાપની પ્રજાતિનું ઘર કહેવામાં આવે છે. અહીં આ સાપોની સંખ્યા એટલી વધુ માત્રામાં છે કે દરેક એક ચોરસ મીટરે પાંચ સાપ, એટલે કે તમારો સિંગલ બેડ જેટલી જગ્યામાં છે તેટલી જગ્યામાં દસ સાપ, અને ડબલ બેડની જગ્યામાં વીસ સાપ, આ સાપની ગણતરી વિશ્ર્વના સૌથી ઝેરીલા સાપોમાં કરવામાં આવે છે. આ સાપ જયારે કરડે છે ત્યારે માણસ ૧૦ થી ૧પ મીનીટની અંદર જ મરી જાઇ છે. આખા બ્રાઝીલમાં સાપ કરડવાથી થયેલ મૃત્યુમાંથી ૯૦ ટકા મોત માટે સાપોને  જ જવાબદાર માનવામાં આવે છે. હાલમાં બ્રાઝીલના લોકોએ આ જગ્યા પર પ્રતિબંધ મૂકેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.