‘O’ બ્લડ ગ્રુપ ધરાવતા, વધુ કાર્બન ડાયોક્સાઇડ, વધુ શારિરીક વ્યાયામ અને દારૂનું સેવન કરનારા લોકોને અન્ય કરતા વધુ મચ્છરો કરડે છે.
આપણામાંથી ઘણાખરાઓની એવી ફરિયાદ રહેતી હોય છે કે તેમને અન્ય કરતા વધુ મચ્છર કરડે છે. અચુક એવા શબ્દો સાંભળવા મળે છે કે ‘મચ્છ તો મા‚ લોહી પી ગયા…’ મચ્છરોમાં કોઇ પક્ષપાતી વલણ ન હોય કે આ વ્યક્તિને વધુ કરડવું, પેલી વ્યક્તિને સાવ ન કરડવુ. આવા પક્ષપાતી વલણ એક માણસ નામના પ્રાણીમાં જ જોવા મળે છે. જો અન્ય વ્યક્તિઓ કરતા તમને વધુ મચ્છર કરડતા હોય તો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. એવુ પણ બની શકે કે તમારા શરીરના ફેક્ટરને કારણે મચ્છરો તમા‚ લોહી પીવાનું વધારે પસંદ કરતા હોય. અમેરિક મોસ્કિટો ક્ધટ્રોલ એસોસિએશનના ટેકનિકલ એડવાઇઝર પીએચડી જો કોનલને કહ્યું કે, બોડીના ફેકટર આપણને મચ્છરો માટેનું એક ચુંબક બનાવી દે છે. આથી મચ્છરો આપણી તરફ વધુ આકર્ષાય છે અને મચ્છરો તેમને પ૦ મીટરની દુરીથી સુંઘી શકે છે.
સૌથી વધુ મચ્છર કરડવાનું મહત્વનું કારણ બોડી ફેકટર એટલે કે લોહીનો પ્રકાર છે. શું તમારા લોહીનો પ્રકાર ‘એ’ ગ્રુપ અથવા ‘ઓ’ ગ્રુપ છે? એ ગ્રુપ ધરાવતા લોકો કરતા ઓ ગ્રુપ ધરાવતા લોકોને મચ્છરો બેગણા કરડે છે. જ્યારે બી ગ્રુપ ધરાવતા લોકોને એ ગ્રુપ કરતા વધુ અને ઓ ગ્રુપ કરતા ઓછા મચ્છરો કરડે છે. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ પણ મચ્છર કરડવા પાછળનું જવાબદાર કારણ છે. તમામ પ્રકારના કાર્બન ડાયોક્સાઇડ તરફ મચ્છરો આકર્ષાય છે. જે લોકો વધુ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે તેને વધુ મચ્છર કરડતા હોય છે.
બાળકોની સરખામણીએ મોટી વયના લોકો વધુ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે આથી તેમને વધુ મચ્છર કરડે છે. પ્રેગનેન્ટ સ્ત્રીઓ પ્રેગનન્સી દરમિયાન વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. આ સમયગાળા દરમિયાન તે વધુ સંવેદનશીલ થઇ જાય છે. આથી તેમને વધુ મચ્છર કરડે છે. વૈજ્ઞાનિકોના સંશોધનમાં એવો ખુલાસો થયો છે કે જો તમને શારિરીક વ્યાયામ કરવો વધુ પસંદ હોય તો તાકજો કે મચ્છરો તમને સૌથી વધુ પસંદ કરશે. કારણકે મચ્છરોને પરસેવાની ગંધ ખુબજ પ્રિય હોય છે અને શારિરીક વ્યાયામથી પરસેવો વળે તે સ્વાભાવિક છે.
આપણી ચામડી ઉપર સ્ટ્રેરોઇડ અથવા કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ પણ સૌથી વધુ મચ્છર કરડવાનું કારણ છે. આ ઉપરાંત જો નશીલા પદાર્થો તેમાં પણ ખાસ કરીને દા‚, બીયરનું સેવન કરવુ તમને ખુબજ પ્રિય હોય તો મચ્છરને પણ તમે તેટલા જ પ્રિય છો. તમારા લોહીમાં નશીલા પદાર્થના દ્રવ્યોના સમાવેશથી મચ્છરો તમારી તરફ વધુ આકર્ષાય છે.
તો આ હતા સૌથી વધુ મચ્છર કરડવાના જવાબદાર કારણો. તો આ પરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે મચ્છર અને માંદગીથી દુર રહેવા શું-શું તકેદારી રાખવી જોઇએ.