લગ્નને એક પવિત્ર સંબંધ માનવામાં આવે છે. એકબીજા પ્રત્યે પ્રેમ-હુંફ, વિશ્ર્વાસ, વફાદારી ખુબ જ જરૂરી છે, પણ ઘણીવાર મહિલા અથવા પુરૂષ પોતાના સાથી પાર્ટનરને દગો આપે છે અને અન્યો તરફ આકર્ષાઇ ને જીવન બરબાદ કરે છે
આપણી જીવન વ્યવસ્થામાં ૧૬ સંસ્કારોનું વિશેષ મહત્વ છે. જેમાં લગ્ન સંસ્કાર જીવન યાત્રામાં સૌથી વિશેષ મહત્વ ધરાવે છે પતિ-પત્ની વચ્ચે પ્રેમ હુંફ લાગણી વિશ્ર્વાસ વફાદારી ખુબજ જરૂરી છે. જો આમાં કયાંય અવરોધ આવે તો લગ્ન વિચ્છેદ છુટાછેડા કે અન્ય લગ્નોતર સંબંધોનો જન્મ થાય છે. ખાસ કરીને સ્ત્રીઓ સાથે પુરૂષો અન્ય મહિલાઓ સાથે ખુબ જ ઝડપથી આકર્ષાય છે.
અઢી અક્ષરના શબ્દ ‘પ્રેમ’ની ઉણણ માનવીને આપઘાત કરવા પ્રેરે છે. ત્યારે પતિ-પત્ની વચ્ચેના શ્રેષ્ઠ સંબંધો જ શ્રેષ્ઠ જીવન અર્પે છે. મુગ્ધાવસ્થાનો પ્રેમ કે ‘લવ અફેર’નો પ્રેમ અંતે તો લગ્ન જીવનમાં તિરાડ પાડે છે.
પુરૂષ પ્રધાન દેશમાં પુરૂષો કરે તે જ સાચું એવું મનાય છે. ત્યારે સ્ત્રીઓ- મહિલા કે કોઇ છોકરી આવું પગલું ભરે ત્યારે સૌને આશ્ર્ચર્ય થાય છે.
જયારે સમાજમાં કોઇ સ્ત્રીના અફેરની ચર્ચા થાય ત્યારે સૌ મહિલા વિશે એલફેલ બોલવા લાગે છે. લાચારી મજબુરી કે મોજ શોખ આ ત્રણ વસ્તુ મેળવવા માણસો આ તરફ વળે છે.
આખરે મહિલાઓ લગ્ન બાદ આ રસ્તે વળે છે કેમ તેના રસપ્રદ તારણો પણ જાણવા જેવા છે કોઇ મહિલા લગન પહેલા જ પત્નિ તરફથી મળતા સુખની કલ્પના કરવા લાગે છે પરંતુ લગ્ન થયા બાદ તે ન મળતા તે અન્યો તરફ આકર્ષાય છે.
બીજી એક વાત જાણવા મળી કે કેટલીક મહિલાઓને એવા જીવન સાથી મળે તે તેને નોકરાણી ગણીને ત્રાસ આપે છે. તો પણ તે આ રસ્તા તરફ વળે છે. શારીરિક ઉમર વધવા લાગે ત્યારે ઉત્તેજના વધવા લાગે ત્યારે જો પતિ તરફથી તેમાં ઉણપ વર્તાય ત્યારે તે અન્ય સાથે સંબંધ બાંધવા સ્ટેમીના વાળા પુરૂષોથી પોતાની ભૂખની પૂર્તિ કરે છે.
એક કારણ એવું પણ જાણવા મળે કે મહિલાનો પતિ આખો દિવસ કામકાજમાં હોય રાત્રે મોડો આવે કે તેનાં માટે સમય ન આપી શકે ત્યારે મહિલાની મનોદશા ભયંકર થતી હોય છે. આવે સમગયે તેની પ્રેમ હુંફ લાગણીની જરુરીયાત હોય છે તેને જીવનસાથીથી મળતો નથી તેને કારણે અન્યો પાસેથી મેળવવા પ્રયાસો કરે છે.
ઘણવાર એવું પણ તારણોમાં જોવા મળ્યું કે કુટુંબ- પરિવારનો ભરપુર પ્રેમ મળતો હોય પણ જીવન સાથી સાવ નિરસ હોય સાથે સાથ શારીરિક સુખ ન મળવાને કારણે તે નાસી પાસ થઇ જાય છે આ કમીને પૂર્ણ કરવા પણ લગ્નેત્તર સંબંધો સમાજમાં વધવા લાગ્યા છે.
લવ અફેર કે લગ્નેત્તર સંબંધોમાં આજકાલ પુવા છોકરાઓને પરણિત મહિલાઓ વધુ પસંદ આવે છે કારણ કે આવી મહિલાઓ પોતાના પરિવારમાં સુખી નથી હોતી. તેનું કોઇ માનપણ હોતું નથી. તેથી આવા યુવકો તેને પ્રેમ, હુંફ, લાગણી આપતા તે ઝડપથી આવા કૃત્યમાં જોડાઇ જાય છે. એક વાત એ પણ છે કે આપણી જીવન શૈલીને મોબાઇલનો ઉપયોગ આવા સંબંધો વિકસાવવામાં ઘણુઁ જ સરળ કરી દે છે.
પવર્તમાન મોંધવારીમાં કુટુંબ નિર્વાહ સાથે પાડોશીનું દેખાદેખીને કારણે લાઇફ સ્ટાઇલ વસ્તુની ખરીદી ફિલ્મો એવી બહાર ફરવા કે હોટલમાં જમવા જેવા કારણોને લીધે પણ જો આમાં કયાંય તેને સંતોષ ન હોય તો તે આવા સંબંધોમાં જોડાઇને તૃપ્ત થાય છે.