આપણે સૌ કોઇએ ૨૦૧૭ને બાય બાય કહી નવા વર્ષને આવકાર્યુ છે. પરંતુ અમુક ભારતીયો ગયા વર્ષમાં હોલિવુડમાં છવાઇ ગયા છે.
૧– અઝીઝ અન્સારી : અઝીઝ અન્સારીને એમ્મી એવોર્ડઝમાં તેમના નેટફિલક્સનાં શો માસ્ટર ઓફ નોન માટે નોમિનેશન મળ્યું છે. આ ઉપરાંત તેઓ કોમેડી સીરીઝના લખાણ માટે પણ એવોર્ડ મેળવી ચુક્યા છે.
૨– દેવ પટેલ : ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર ફિલ્મથી ડેબ્યુ કરનારા દેવ પટેલન ૨૦૧૭નો એશિયન ગેમ ચેન્જર એવોર્ડ મળ્યો છે. લોસ એન્જલસ અનુ યુકેમાં દેવે મુંબઇ નામની ફિલ્મમાં પણ કામ ર્ક્યુ છે. જે ૨૦૦૮ના હુમલા પર આધારિત ફિલ્મ છે.
૩– લીલી સિંઘ : યુ-ટ્યુબમાં વિડિયો બનાવી અપાર સિદ્વિ મેળવી ચુકેલી મુળ ભારતીય અને હાલ કેનેડાની નાગરીક છે. લીલી સિંઘ ઓનલાઇન સુપર વુમન તરીકે ઓળખાતી લીલીમા ૧૧ મીલીયન સબ્સ્ક્રાઇબર્સ છે અને યુ-ટ્યુ પર સૌથી વધુ કમાણી કરતી મહિલા છે. આ ઉપરાંત તે લિસ્ટ ઇન એન્ટરટેન્મેન્ટ કેટેગરીમાં પણ ૧ નંબરનું સ્થાન મેળવી ચુકી છે.
૪– D.J. રેખા : મુળ ભારત હાલ ન્યૂયોર્કની ડીજે રેખા તેના પંજાબી ગીતોથી જાણીતી બની છે. તેણે ૧૯૯૭માં ભાંગડાથી શરૂઆત કરી હતી તેના ભારતીય હિપ હોપ અને ભાંગડા ફ્યુઝના લાખો ન્યુયોર્કવાસીઓ દિવાના છે.