લાઈફ પાર્ટનર એટલે જીવનસાથી અને યુવક હોય કે યુવતી જિવનસાથી એવો પસંદ કરે છે જેમાં તેને ગમતી વિશેષતાઓ હોય છે. બંને સાથી એકબીજાનું ધ્યાન રાખે, પ્રેમ કરે, પરિવારના સભ્યોને માનસનમાન આપે તેવું ઇચ્છતા હોય છે ત્યારે યુવતીઓની કેટલીક એવી વિશેષતાઓ છે જેનાથી તે તેને જીવનસાથી બનાવવા તરતજ રાજી થયી જાય છે…
યુવકોઈની યુવતીઓ માટેની પહેલી પસંદ એ હોય છે તે યુવતી આત્મનિર્ભર અને આત્મવિશ્વાશુ હોય, અને જો કોઈ એવી છોકરી મળી જાય છે તો તેને લગ્ન માટેનું કહેવામા વાર નથી કરતાં…
દરેક યુવાને એવી ઈચ્છા હોય છે કે તેનો જિવનસાથી કે સમજુ માણસ હોય. જ્યારે છોકરાની ગર્લ ફ્રેન્ડ સમજુ જણાતી હોય તો તેની સાથે જ લગ્ન કરવાનું તેને યોગ્ય લાગે છે. સાથે સાથે તેનું એવું પણ વિચારવાનું હોય છે કે એ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ હોય છે.
દરેક સાથી એવું ઈચ્છતો હોય છે કે તેની સાથી તેમાં પરિવારનું માનસનમાન જાળવી રાખે અને ક્યારે પણ તેનું અપમાન ન કરે.
યુવક હોય કે યુવતી દરેકને પોતાન જીવનમાં પોતાનો સમય જોતો હોય છે. અને એમાં પણ યુવાનોને તેની આઝાદી વધુ પ્રિય હોય છે. અને એટલેજ જ્યારે કોઈ એવી પાર્ટનર મળે જે તેને પૂરી સ્પેસ આપે તો તેને જિવનસાથી બનાવવામાં વાર નથી લગાળતા.
જે યુવતીઓ વાતને ફેરવી ફેરવીને રજૂ કરતી હોય તેવી જિવનસાથી ક્યારેય કોઈ યુવકને પસંદ નથી આવતી, જ્યારે જે યુવતી જેવત કહેવાની હોય તે સીધી અને સટ મોઢે કહીદે છે એવી યુવતીઓ યુવકોને વધુ ગમી જાય છે.