વેકેશન આવતાની સાથે જ બાળકોમાં ફરવા જવાની તૈયારીઓ શરુ થઇ જતી હોય છે. અને વેકેશનમાં કંઇ જગ્યાએ જવું તેના વિશે ચર્ચા થવા લાગી હોય છે. જો તમે ઉનાળા વેકેશનનું હિલ સ્ટેશન પર સહપરિવાર જવાના હોય તો એ તો તમને ખ્યાલ જ હશે કે ઉનાળામાં હિલ સ્ટેશનો ઉપર ભારે ભીડ હોય છે. આજે હું તમને એવા સ્થળો વિશે જણાવીશ કે જ્યાં ભીડ પણ નહીં હોય અને તમે રજાઓનો આનંદ પણ માણી શકશો.

– બીર બિલિંગ પેરાગ્લાઇડીંગ :

Beer Billing Paragliding
Beer Billing Paragliding

જો તમે એડવેન્ચર અથવા સ્પોર્ટસના શોખીન હોય તો હિમાચલ પ્રદેશના બીર બિલીંગની અવશ્ય મુલાકાત લેશો. હિમાલયના પહાડો પરથી નીચેની તરફ ચાના બગીચાઓને નીહાળવાનો લ્હાવો એટલે પેરાગ્લાડીંગ. હિમાલયના સ્થળોની મુલાકાત લેવા માટે ઉનાળો શ્રેષ્ઠ સમય છે. આ ઉપરાંત તમે અહીંના મઠ અને મેડીસ્ટેશન સેન્ટરોની પણ મુલાકાત લઇ શકો છો.

કૂન્નુર ટી ગાર્ડન :

Coonoor Tea Garden
Coonoor Tea Garden

નીલગીરીના પહાડોની સુંદરતા કહેવાય એટલે કુન્નર જ્યાં પહોંચીને પર્યટકો ચા ના બગીચાઓમાંથી પત્તીઓ ચુંટી શકે છે. સંતરાના બગીચામાંથી સંતરા પણ તોડી શકે છે. પ્રાકૃતિક સૌર્દ્ય વચ્ચે બનેલાં હેરીટેજ કોટેજમાં બેસીને સૂર્યોદયના દર્શન કરી શકે છે. જો તમને રસોઇ બનાવવાનો  શોખ હોય છે. અહીં તમને ઓર્ગોનિક ચીઝ મેકીંગનો કોર્ષ પણ કરાવવામાં આવે છે.

મલ્શઝ ઘાટ :

Malshej Ghat
Malshej Ghat

આમ તો મહારાષ્ટ્ર ભીડભાડ હોય છે ત્યારે મુંબઇથી ૧૪૪ કિલોમીટરની દૂરીએ ખૂબ જ સુંદર મલ્શઝ ઘાટ આવેલો છે. જેની આસપાસ તમને પ્રાકૃતિક સૌર્દ્યની ભરમાર જોવા મળશે. અહીં જોવા લાયક સ્થળોમાં પ્રાકૃતિક ઝરણાં છે. જ્યાં તમે ફોટોગ્રાફીનો લુપ્ત માણી શકો છો. જો તમને ટ્રેકિંગ પસંદ હોય તો પીંપલા ગામમાં જોગાડેમ પાસે ફરી શકો છો. ત્યાં તમને ગુલાબી રંગના લાખો ફ્લેમિંગો જોવા મળશે.

તવાંગ :

tawang
tawang

ભૂતાન અને તિબેટની બોર્ડર પાસે અરુણાચલ પ્રદેશનું તવાંગ શહેર આવેલું છે. જે કુદરતી સૌર્દ્ય, બૌધ્ધ ધર્મ અને સભ્યતાની સંસ્કૃતિ માટે જાણીતું છે. અહીં ઉંચા પર્વતો અને નદીઓની ખીણ પણ છે. જે વિશ્ર્વના સૌથી મોટા મઢોમાંનુ એક છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.