નવા વર્ષની ઊજવણી કરવા લોકો દર વર્ષે દેશના ખૂણે ખૂણે પહોંચી જાય છે. તો આ
વર્ષે તમારે નવા વર્ષની ઊજવણી કરવા ક્યાં જઇ શકો છો એમાં અમે તમને મદદ કરી શકીએ
છીએ. અહીં અમે તમને ન્યૂ યર ડેસ્ટિનેશન જણાવી રહ્યા છીએ જ્યાં તમે જઇ શકો છો.
ગોવા
મોટાભાગના લોકો નવા
વર્ષને ઉજવવા માટે ગોવા જવાનું પસંદ કરે છે. ગોવામાં નવા વર્ષની રજાઓમાં દરિયા
કિનારે મોજ મસ્તી, પાર્ટી, ડિસ્કો, પબ, કસિનોની ભરપૂર મજા લઇ શકો છો. ગોવામાં ક્રિસમસ અને નવું વર્ષ ખૂબ ધૂમધામથી
મનાવવામાં આવે છે.
મુંબઇ
ભારતના પશ્વિમિ
કિનારા પર સ્થિત મુંભઇ મહારાષ્ટ્રની રાજધાની છે. મુંબઇ શહેરમાં નવા વર્ષનો જશ્ન
મનાવવા મોટાભાગના લોકો દેશ વિદેશથી આવે છે. યૂરોપ, અમેરિકા, આફ્રિકા અને
પશ્વિમિ દેશોથી જળમાર્ગ અથવા વાયુમાર્ગથી આવનારા યાત્રીઓ સૌપ્રથમ મુંબઇ જ આવે છે.
શિમલા
ન્યૂ યર સેલિબ્રેશન
માટે પહાડોની રાણી શિમલામાં ખૂબ તૈયારીઓ થાય છે. નવું વર્ષ હિમાચલ પ્રદેશમાં
મનાવવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં શિમલા પહોંચી જાય છે. ન્યૂ યર પર રેલ્વે
કેટલીક હોલી ડે સ્પેશિયલ ટ્રેન ચલાવે છે.
જયપુર
જયપુરનો કિલ્લો, મહેલ અને હવેલીઓ પ્રસિદ્ધ છે. નવા વર્ષના જશ્ન મનાવવા માટે દેશ વિદેશના
પર્યટકો વધારે સંખ્યામાં જયપુર આવે છે. રાજસ્થાનની રાજધાની જયપુરને પિંક સિટી એટલે
કે ગુલાબી નગરીથી પણ ઓળખાય છે.
અમૃતસર
પંજાબનું સૌથી
મહત્વપર્ણ અને પવિત્ર વર્ષ માનવામાં આવે છે. સુવર્ણ મંદિર અમૃતસરનું દિલ માનવામાં
આવે છે. નવા વર્ષના અવસર પર દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આરદાસ અને સુવર્ણ
મંદિરના પવિત્ર પાણીમાં ઉગતાં સૂરજની રોશની જોવા માટે આવે છે.
Trending
- કટારિયા ચોકડીએ રૂ.167 કરોડના ખર્ચે સિગ્નેચર કેબલ બ્રિજ બનશે
- સુરત: પાંડેસરામાં શિવ નગરમાં રહેતી 18 વર્ષીય યુવતીએ મોબાઈલના લતના લીધે કર્યો આપધાત
- CM પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ – BIS નો 78મો સ્થાપના દિવસ ઉજવાયો
- સુરત: જમીન કૌભાંડ મામલે ફરિયાદીનો સ્થાનિક તંત્ર સામે ગંભીર આક્ષેપ
- Tata Punch 2024 ના વેચાણ ચાર્ટમાં જોવા મળી ટોચ પર ! જાણો ક્યાં ક્યાં મોડલ્સ ને આપશે ટક્કર…?
- અમદાવાદ : કોન્સર્ટ પહેલા કોલ્ડપ્લેને ચેતવણી, રોક બેન્ડને મળી નોટિસ; જાણો શું છે મામલો?
- Mahindra XUV 3XO લોન્ચ થયા પછી પેહલી વાર જોવા મળ્યો વધારો…
- Ather ભારતમાં લોન્ચ કર્યું ન્યુ Ather 450X, 450S, 450 Apex, જાણો ફીચર્સ અને કિંમત…