મુદ્મઓ એ હાથના હવાભાવો છે, જે ધ્યાન કરતી વખતે આપણા શરીરમાં ઉર્જાના પ્રવાહને ગતિમાન કરતી હોય છે. સારું સ્વાસ્થ્ય મેળવવા માટેની આ ૮ યોગ મુદ્રાઓ વિશેની જાણકારી મેળવીએ…..
– જ્ઞાન મુદ્રા :
જ્ઞાન મુદ્રાએ નામ પ્રમાણે જ જ્ઞાનનું સૂચન કરે છે. આ મુદ્રાથી વ્યક્તિના જ્ઞાનમાં વધારો થાય છે. તથા તેની યાદશક્તિમાં પણ વધારો થાય છે. ઉપરાંત આ મુદ્રા ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદરુપ બને છે.
– વાયુ મુદ્રા :
બીજી મુદ્રા એટલે વાયુ મુદ્રા. વાયુ એટલે હવા. આ મુદ્રા વ્યક્તિને તેનાં પેટમાંથી અધિક હવાને બહાર કાઢવામાં મદદરુપ થાય છે.
– પૃથ્વી મુદ્રા :
પૃથ્વી મુદ્રા દ્વારા શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે. ઉપરાંત આ મુદ્રા નબળાઇ ઘટાડે છે. અને શરીરની ચયાપચયની શક્તિને વેગ પુરો પાડે છે.
– અગ્નિ મુદ્રા :
અગ્નિ મુદ્રાને કારણે થાઇરોઇડ ગ્રંથિ ઉત્તેજિત થાય છે. પાચનમાં મદદરુપ થાય છે. ઉપરાંત વ્યક્તિને તેના વજનની બાબતમાં અને ચિંતામુક્ત કરવામાં પણ અગ્નિ મુદ્રા ઉપયોગી બને છે.
– વરુણ મુદ્રા :
વરુણ મુદ્રાને જળમુદ્રા પણ કહેવાય છે. આ મુદ્રા શરીરમાં પ્રવાહીનું નિયમન કરે છે તથા તેને ચામડી માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
– શૂન્ય મુદ્રા :
શૂન્ય મુદ્રા ખાસ કરીને સાંભળવાની સમસ્યા ધરાવતા લોકો માટે ફાયદાકારક છે.
– પ્રાણ મુદ્રા :
પ્રાણ મુદ્રા વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. શરીરને તરોતાજા કરે છે. તથા શરીરની ઉર્જાને સંતુલિત કરે છે.
– અપાનું વ્યા મુદ્રા :
અપાનું વ્યા મુદ્રાને હદ્યની મુદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મુદ્રા હદ્યને મજબૂત બનાવે છે. તથા હદ્યરોગનો હુમલો સહનકાર માટે લાભદાયી છે.