આજના સમયમાં હૃદય સંબંધિત સમસ્યાઓ વધુ સાંભળવા મળે છે. તેમાંથી હાર્ટ એટેક અને હાર્ટ ફેઇલિયર સામાન્ય બની ગયા છે. હાર્ટ ફેઇલના કિસ્સામાં, હૃદય ફેફસાં અને શરીરના અન્ય અવયવોને કાર્ય કરવા માટે પૂરતા પ્રમાણમાં લોહી પહોંચાડી નથી શકતું. આવું ત્યારે થાય જ્યારે હાર્ટ ડેમેજ હોય નબળું હોય અથવા જોઈએ તેટલું બ્લડ પંપ પણ ના કરી શકે.જો ધ્યાન ના આપવામાં આવે તો આ એક જીવલેણ ઘટના સાબિત થઈ શકે છે . જેટલી વહેલી તેની ખબર પડી જાય તેટલું દર્દીઓ માટે સારું છે.
હાર્ટ ફેઇલિયર કેવી રીતે અટકાવી શકાય
હાર્ટ ફેઇલિયર એ સાદી ભાષામાં સમજી શકાય કે જ્યારે હૃદય તેનું કામ કરવામાં નબળું પડી ગયું હોય, જ્યારે કોઈ વ્યક્તિને અગાઉ હાર્ટ એટેક આવ્યો હોય, જેના હૃદયના સ્નાયુઓ લોહીને સંપૂર્ણ રીતે પંપ કરવામાં અસમર્થ હોય. હૃદયની નિષ્ફળતા એ એક ગંભીર તબીબી સ્થિતિ છે, જેનો સમયસર સારવાર કરી શકાય છે અને યોગ્ય દવાઓ અને જીવનશૈલીમાં ફેરફારથી તેને અટકાવી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં, પેસમેકર પણ મદદ કરી શકે છે અને જો આ કામ નથી કરતું, તો સર્જરી મદદ કરી શકે છે, પરંતુ પ્રથમ પગલું પ્રારંભિક સંકેતોને ઓળખવાનું છે.
હાર્ટ ફેઇલિયરના લક્ષણો શું છે
સોજો: પગની ઘૂંટીઓ જેવા શરીરના અમુક ભાગોમાં સોજો દેખાઈ શકે છે. આ સામાન્ય રીતે સમય સાથે વધે છે.
મૂંઝવણનો અનુભવ : જ્યારે હૃદય રક્તને યોગ્ય રીતે પંપ નથી કરતું, ત્યારે રક્ત મગજ સુધી યોગ્ય રીતે પહોંચી નથી શકતું. જેના કારણે ઘણી વસ્તુઓ ભૂલી જવાની સમસ્યાઓ થવા લાગે છે.
શ્વાસની તકલીફ: આને હાર્ટ ફેઇલિયરનું મુખ્ય, સામાન્ય લક્ષણ માનવામાં આવે છે. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે હૃદય શરીરની જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ જાય છે અને જ્યારે વ્યક્તિ પોતાના પર દબાણ લાવે છે. હૃદય શરીરને કહેતું રહે છે કે તે દબાણનો સામનો કરવામાં નિષ્ફળ જઇ રહ્યું છે. જ્યારે તમારું શરીર યોગ્ય રીતે સક્રિય ન હોય તો શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આને ગંભીરતાથી લેવું જોઈએ, નહીં તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
થાક: નબળું હૃદય પણ દબાણનો સામનો કરવાનો પ્રયાસ કરે છે, પરિણામે થાક આવે છે.
ઝડપી ધબકારા: કોઈને એવું પણ લાગે છે કે હૃદય ધબકારા છોડી ગયું છે અથવા હૃદય ધબકતું બંધ થઈ ગયું છે. આ એટલા માટે છે કારણ કે નબળા હૃદય શરીરની માંગને પહોંચી વળવા માટે વધુ પડતું દબાણ આપે છે. તે ખૂબ જ ઝડપથી ધડક્વાનું શરૂ કરે છે અને ગભરાટમાં પરિણમે છે.
વજન વધવુંઃ જો શરીરનું વજન અચાનક વધી જાય અથવા શરીરના અમુક ભાગોમાં સોજાની સમસ્યા જોવા મળે તો સાવધાન રહેવું જોઈએ.
ગળું: જો ગળામાં ખરાશની સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે અથવા ક્યારેક ઉધરસ સાથે સફેદ કે આછો લાલ લાળ આવે તો તે હાર્ટ ફેલ્યરનો સંકેત પણ હોઈ શકે છે.