આપણે લગભગ પૂરા જીવનકાળ દરમિયાન 229961 કલાક સુધી ઊંઘીએ છીએ.આપણે જે બેડરૂમમાં સૂઈએ છીએ તે આપણાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે રૂમને સુગંધિત રહે તે માટે આ પાંચ છોડ રાખી તમે તમારા બેડરૂમને સુગંધિત તેમજ હકારાત્મક ઉર્જા , હકારાત્મક મૂડ બનાવી શકો છો.
૧) ગાર્ડનિયા :
ગાર્ડનિયા પ્લાન્ટ બેડરૂમમાં રાખવા માટે ખૂબ જ લોકપ્રિય છે, તેના ચળકાટ અને તેના સદાબહાર પાંદડાઓના કારણે. તેઓ વધુ સારી ઊંઘ માટે મદદરૂપ બને છે.
આપણે બધા ને મોગરાની સુગંધ ખૂબ પસંદ હોય છે આ સુંદર ફૂલો તમારા બેડરૂમમાં એક સંપૂર્ણ રૂમ બનાવવા માટે મદદ કરશે. આ છોડના કેટલાક સારા ગુણો એ છે કે જે તમને કેટલીક બીમારી સામે રક્ષણ આપે છે.
૩) લવંડર :
લવંડર ખૂબ જ સુગંધી છે માટે વાતાવરણમાં ખૂબ જ જલ્દી તેની સુગંધ ફેલાવે છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે તે તણાવના સ્તરોને ઘટાડવામાં મદદ કરે છે, અને હૃદયના દરને આરામ કરવા માટે દબાવે છે.
૪ ) લીલી :
નાસાના સુપરસ્ટાર છોડ પૈકીનું એક એટલે કે લીલી, તમારા બેડરૂમમાટે સરસ પસંદગી છે. તે આંખોમાં ઠંડક આપે છે. તે વાતાવરણમાં રહેલા હાનિકારક બેન્ઝીન, ટ્રાઇક્લોરેથીલીન અને ફોર્લાડેહાઈડ ઝેરનું પણ ફિલ્ટર કરે છે.
૫) સૂર્યમુખી :
આ ફૂલો તમારા મૂડને ખૂબ જ ખુશખુશાલ તેમજ હકારાત્મક બનાવી રાખવામાં મદદ કરે છે. આ ખુશખુશાલ અને તેજસ્વી ફૂલો ગુલાબી, નારંગી, સફેદ અને પીળાએવા ઘણાબધા રંગોમાં ઉપલબ્ધ છે.