માણસને વ્યસનનું વળગણ થવાથી તે વ્યસન કરનાર અને તેના પરિવારજનો આ ખરાબ આદતથી ક્યારેક ખુબ કંટાળી જાય છે. આવી ખરાબ આદતો દામ્પત્ય જીવનને પણ ખુબ નુકસાન પહોંચાડે છે. આવી ખરાબ આદતો પૈકીની એક આદત એટલે સ્મોકિંગ કરવું. બીડી અને સિગારેટનું વ્યસન કરનાર લોકોમાં યુવાનોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. જો તેઓ તેને છોડવા માંગે છે, તો તેમને પોતાની અંદર દૃઢ ઇચ્છા જાળવી રાખવી પડશે. જો આપનું વિલ પાવર સ્ટ્રોગ છે, તો આપ આસાનીથી ધૂમ્રપાનની ટેવથી છુટકારો પામી શકો છો. તેની સાથે સૌનાં પરિજનો ઇચ્છે છે કે તેમની દીકરી કે દીકરો ધૂમ્રપાન કરવાનું છોડી દે. એવામાં આપ પોતાનાં પરિવારનો સપોર્ટ પણ લઈ શકો છો. તેમની સાથે સમય વિતાવો, તેમને પોતાનું ધ્યાન રાખવાનું કહો.

જો આપ ધૂમ્રપાન છોડવાનું મન બનાવી ચુક્યા છો, તો પોતાનાં માઇંડને ડાયવર્ટ કરતા શીખો, પોતાનાં હાથમાં પેન કે પેંસિલ પકડી લો, કંઇક બીજુ ખાઓ કે જેથી આપને એવું ન લાગે કે આપ કંઇક એકલા છો, કંઇક ખાલીપણુ છે, કંઇક નથી મળી રહ્યું. પોતાનાં મગજને કોઇક બીજા કામમાં લગાવો. બહાર રમો, બાળકો સાથે સમય પસાર કરો.

પોતાના મગજને ખાલી ન રહેવા દો, કંઇક વાંચો, વાતો કરો, પરંતુ એકલા ન બેસો. તેનાથી આપને કંટાળો આવશે અને આપ ધૂમ્રપાન કરવા અંગે વિચારશો. પોતાની જાતને વ્યસ્ત રાખો કે જેથી ધૂમ્રપાનની ટેવમાંથી વહેલામાં વહેલી તકે છુટકારો મળે.

ધૂમ્રપાન છોડવાનૌ સૌથી શ્રેષ્ઠ ઉપાય નિકોટિન રિપ્લેસમેંટ થેરાપી પણ હોય છે. તેની મદદથી આપ એડિક્શન સિંડ્રૉમમાંથી બહાર આવી શકો છે.

તેમાં બસ આપની બૉજીને થોડીક નિકોટિનની માત્રા આપવાની હોય છે કે જેથી ધૂમ્રપાનની ટેવ છુટી જાય છે.

જો આપ ચેન સ્મૉકર છો અને ધૂમ્રપાનની ટેવથી છુટકારો પામવા માંગો છો, તો તેનાં સ્થાને કંઇક બીજુ ખાઓ. જેમ કે લવિંગ, એલચી વિગેરે.તેનાથી આપને ધૂમ્રપાનની આદતથી દૂર રહેવામાં આરામ મળશે. આપનું મન પણ સિગરેટ વિગેરે પીવાનું નહીં કરે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.